________________
શારદા શિખર
૧૩૫
ભણવા ગયેલું ખાળક કયારે ઘંટ વાગે ને ઘેર જાઉં તેની ઈચ્છા કરે છે. તમે આફીસે કે દુકાને જામે છે ત્યાં પંખા હાય, એરકડીશન રૂમમાં ખુરશીમાં બેઠા હા, સૌ તમને સાહેબ–સાહેબ કરતાં હાય છતાં સાંજ પડે ઘેર આવવાનુ મન થાય છે, અહી' ઉપાશ્રયમાં આવીને બેઠા હો ત્યારે પણ એમ થાય કે કયારે મહાસતીજી વ્યાખ્યાન બંધ કરે ને ઘેર જઈએ. અહીં બેઠા છે છતાં ઘર યાદ આવે છે, અહીં તે કેવી શાંતિ છે ને ઘરમાં કેવી ઉપાધિ છે! રવિવારની રજાના દિવસે શાંતિ છે પણ ઘરમાંથી કહેશે કે આજે ઘી ખલાસ થયુ છે. ખીજા રવિવારે કહેશે કે તેલના ને રેશનીંગના પૈસા આપેા. ત્રીજા રવિવારે કહેશે કે આ છેકરાના કપડા ફાટી ગયા છે. તે લાવા ને ફીના પૈસા આપે. એમ ઘંટડી વાગ્યા કરતી હાય છે. આટલી ઉપાધિ હાવા છતાં ઘર યાદ આવે છે. ઉપાશ્રય કે ધર્મગુરૂએ યાદ આવે છે ? એક ભકતે ગાયું છે કે
હું તને ભજું છુ રવિવારે, બાકી કયાં છે સમય પ્રભુ મારે, આમ તો હમેશા સ્થાનકે આવુ, આવું તેવા પાછે સીધાવુ, બે ઘડી બેસું છું રવિવારે, બાકી કયાં છે સમય પ્રભુ મારે...
આજે રવિવાર છે એટલે અહી બેઠેલામાંથી કેટલાએ પેાગ્રામ નક્કી કરી રાખ્યાં હશે કે આજે ગાર્ડનમાં ફરવા જવું, પીકચર જોવા જવું, સગાવહાલાંને મળવા જવાનું કે લગ્ન અગર ચાંલ્લામાં જવાનુ છે પણ આત્મા માટે કાઈ પેાગ્રામ નક્કી કર્યો ખરા ? અનતકાળથી આત્મા પાપ કરતા આવ્યેા છે તે પાપને પશ્ચાતાપની ભઠ્ઠી સળગાવીને પ્રજાળી નાંખું ? એક દિવસ પણ પાપને પશ્ચાતાપ કર્યાં છે ? દેહને સ્વચ્છ અનાવવા રાજ સ્નાન કરે છે પણ આત્માને સ્વચ્છ પ્રતિક્રમણ કરે છે ? આ ચાતુર્માસના પવિત્ર દિવસેા ચાલે છે. તે આઠમ-પાખી સવાર કે સાંજ એક વખત પણ મારે પ્રતિક્રમણ કરવુ એવા પોગ્રામ નક્કી કરા છે ?
બનાવવા
બંધુએ ! પાપના પશ્ચાતાપ નહિ કરે અને નવાં કર્મો કરતાં અટકશે નહિ તેા આત્માને કર્મોની ગુલામીમાંથી મુકિત નહિ મળે. તમને બધું સ્વતંત્ર ગમે છે ને? મકાન સ્વતંત્ર ગમે, વહેપાર પણ સ્વતંત્ર ગમે પણ હજી આત્માને કમની ગુલામીમાંથી મુકત બનાવી સ્વતંત્ર બનાવવાની લગની નથી લાગી. જો તમારું મન ધર્મોમાં વળેલુ' હશે, સામાયિક-પ્રતિક્રમણ આવડતું હશે તે ઘડપણમાં વાંધો નહિ આવે. ઘડપણ આવશે, કામ નહિ અને ત્યારે દીકરા કહે કે બાપા! હવે તમારી જરૂર નથી. ઉપાશ્રયે જઈ ને બેસે. જો કંઈ આવડતું નહિ હાય તા દુઃખના પાર નહિ રહે. જો સામાયિક પ્રતિક્રમણ આવડતાં હશે તેા ઉપાશ્રયે જઈ ને સામાયિક પ્રતિક્રમણ કરશેા. આજે તે ઘણાં જૈનાને સામાયિક-પ્રતિક્રમણ આવડતાં નથી હાતા. જૈન કુળમાં જન્મેલાને