________________
:
"
શારદા શિખર બહેનો પ્રતિક્રમણ કરવા આવે છે. પણ ઘણી જગ્યાએ રવિવારે અમે ગુરૂવારે બહેને પ્રતિકમણમાં ઓછા આવે ને જૈનશાળામાં બાળકે આવતા નથી. મને થયું કે આનું કારણ શું ? પૂછતાં ખબર પડી કે ગુરૂવારે છાયાગીત આવે અને રવિવારે પીચર તથા નાટક હોય એટલે ધર્મને દેશનિકાલ કર્યો. પણ એજ દિવસે ને એ જ ટાઈમે દીકરો પરદેશથી આવતું હોય તે એરપોર્ટ ઉપર સામા લેવા જાય કે નહિ? (તામાંથી અવાજ: જરૂર જાય) સંતાન જેટલા વહાલા છે તેટલા હજુ સંત વહાલા લાગ્યા નથી. તમને લાગે છે કે વિજ્ઞાન આગળ વધ્યું છે પણ વિજ્ઞાને ધર્મને ધક્કો માર્યો છે. ટી. વી. એ ધર્મને ભૂલાડ છે મેહને જગાડે છે.
આપણુ જૈનશાસ્ત્રોમાં આત્માને ઉંચે ચઢવા માટે ચૌદ ગુણસ્થાનકરૂપી ચૌદ પગથીયાની સીડી બતાવી છે. તેમાં દશમ ગુણસ્થાન સુધી મેહરૂપી મહારાજાનું સામ્રાજ્ય વ્યાપેલું છે. એ મહા આત્માને કટ્ટો દુશ્મન છે. એ શત્રુ ઉપર વિજય ન મેળવાય ત્યાં સુધી સાચું સુખ મળવાનું નથી. જીવ મેહશત્રુને હટાવી બારમે ગુસ્થાને પહોંચી જાય પછી પડવાનું રહેતું નથી. બારમે ગુણસ્થાને ગયો એટલે મેક્ષમાં જવાનું રજીસ્ટર થઈ ગયું. પછી કેવળજ્ઞાન પામીને મેક્ષમાં જવાનું છે. જે આપણે મેક્ષમાં જવું હોય તે મેહ ઉપર વિજય મેળવવું પડશે. આ મોહ જીવને સંસારમાં મૂંઝવે છે. માટે જે સમજ્યા છે તે નક્કી કરે કે મારે
“વિષનું કરવું વમન, કષાયોનું કરવું શમન, ઈન્દ્રિઓનું કરવું દમન, ત્રિકાળજ્ઞાનીને કરવું નમન.”
મેહને મારવા માટે પ્રથમ વિષયેનું વમન કરવું પડશે. જેમ કેઈના દીકરાએ ઝેર પીધું હોય તે તેની ખબર પડતાં તરત તેને દવાખાનામાં દાખલ કરી દે છે. તે સમયે એ વિચાર કરવા નથી રહેતા કે હું આ પ્રતિષ્ઠિત માણસ છું ને મારી સમાજમાં અપકીતિ થશે કે ફલાણાના દીકરાએ ઝેર પીધું છે. તે સમયે તે બસ એક જ ભાવ દેય છે કે દીકરાને જલદી ઝેર ઉતરી જાય ને મારો દીકરે કેમ બચી જાય. જેટલો સમય ઝેર શરીરમાં વધુ રહે તેટલું નુકશાન વધારે થાય છે. તેમ જ્ઞાની કહે છે વિષયના વિષ જેટલા વધારે તેટલું આત્માને નુકશાન વધુ છે. માટે જલ્દી ઈન્દ્રિયના વિષના વિષનું વમન કરી નાંખે. ભગવાન કહે છે કે ઈન્દ્રિઓ ખરાબ નથી પણ ઇન્દ્રિયના વિષમાં ઉત્પન્ન થતા વિકાર ખરાબ છે. ઇન્દ્રિ મહાન પુણ્યને ઉદય હેય તે મળે છે.
મનુજનીમેં ભી દૂર્લભ હૈ, આદેશ ઉત્તમ કળગ, બડે પુણ્યસે મિલતા હૈ યહ, માનવકો અતિ શુભ સાગ
i
,
*