________________
૧૨૦
શારદા શિખર મેળવવા મથે છે, મેળવે છે ને ભોગવે છે તે સાચું સુખ નથી. જે સુખ આવે ને ચાલ્યું જાય તે સાચું સુખ કહેવાય ? મનુષ્ય કરતાં દેવોનું સુખ ચઢીયાતું છે છતાં દેના સુખને વખાણ્યું નથી. - સિધ્ધાંતમાં ભગવંતે કહ્યું છે કે “વિ કુણી રેવતા રેપ ” દેવલોકમાં રહેલા દેવ પણ સુખી નથી. દેવેમાં પણ પાંચ અનુત્તર વિમાનમાં છેલ્લા સર્વાર્થ સિદધ વિમાનના દેવને મહાન સુખ દેવા છતાં એના સુખને વખાણ્યું નથી. પણ સાચું સુખ કયું છે? “ક્ષાર નુ નામ્ ... દુનિયામાં મોક્ષથી ચઢીયાતું બીજું કેઈસુખ નથી. ઉંચામાં ઉંચું સુખ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતાઓને છે છતાં અહીં જ્ઞાની કહે છે કે સર્વકાળના સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેનાં સુખ ભેગાં કરીએ તે પણ સિધ્ધ ભગવંતના એક સમયનાં સુખ જેટલું પણ એ દેવેનું સુખ નથી. તે વિચાર કરે એ સુખ કેટલું હશે ? ભગવંતનું એક વચન પણ હદયમાં ઉતરે અને મોક્ષની શ્રધ્ધા થાય તે દેવલેકના સુખની પણ જીવને ઈચ્છા રહે નહિ. કારણ કે દરેક સુખ નાશવંત છે.
" સંસારના સર્વે સ્થાનક અશાશ્વત છે સંસારના વિષય ભેગમાં જીવ સુખ માને છે કારણ કે તે અજ્ઞાન છે. જેમ કેઈ એક નાના બાળકના હાથમાં સેનાની પિચી પહેરાવી છે. તે બહાર રમવા માટે ગયે. તેને કેઈએ કહ્યું-લે બાબા ! હું તને આ પેંડાનું પડીકું આપું, મને તારી આ સોનાની પચી આપી દે. હવે બાળકને મન પેંડા ને પચી બંને સરખા છે. એને ખબર નથી કે આ પોંચીમાં પેંડાના કેટલા પડીકા સમાયાં છે? એટલે પહોંચી આપીને પડી લઈ લીધું. ત્યાં એની માતા આવી પહોંચી અને પેંડાનું પડીકું ઝૂંટવીને પિચી પાછી લઈ લીધી. બાળક અજ્ઞાન હોવાના કારણે પેંડાનું પડીકું જોઈને લલચાઈ ગયે. તેમ આ જીવની દશા પણ કેવી છે ? ધર્મથી મોક્ષ અને દેવક મળે છે છતાં આ જીવે મેક્ષની દરકાર કરી નથી કારણ કે વાસ્તવિક જ્ઞાનના અભાવે જ્યાં સાચું ને શાશ્વત સુખ રહેલું છે તેવા મેક્ષના સુખની ઈચ્છા છેડીને દેવકના સુખની ઈચ્છા આ જીવે અજ્ઞાન બાળકની જેમ કરી છે. નાના બાળકને પચીની કિંમત સમજાણી નથી એટલે એના હાથમાંથી પેંડાનું પડીકું ઝુંટવી લે તે રડે છે. જેમ છોકરાના હાથમાંથી પેંડાનું પડીકુ છોડાવવું મુશ્કેલ પડે છે તેવી રીતે જે અજ્ઞાની જીવને પૌગલિક સુખને રાગ છે તેવા છેને અનંતા સુખને આપનાર સદાને માટે આત્માને અમર રાખનાર મેક્ષ જેવી ઉત્તમ ચીજ રૂચતી નથી. પેંડાને ખાધા પછી તે પેંડા રૂપે રહેતા નથી. પછી તે તે અશુચી બનીને બહાર નીકળે છે. તેવી રીતે આ સંસારમાં ગમે તે સ્થાન મળે પણ તે અંતે અશાવત-અનિત્ય છે. વજન