________________
શારદા શિખર
૧૧૯ જન્મમાં કરેલી ધર્મની આરાધના અને આ ભવમાં નાગને બથા તેનું ફળ મળ્યું. જિતશત્રુરાજા અને વિદ્યુતપ્રભા બંને તેના પિતાજીના પગમાં પડયા. તેના પિતાજીએ પિતાની પુત્રીને હિત શિખામણ આપી આશીર્વાદ આપ્યા. પિતાના આશીર્વાદ લઈને વિદ્યુતપ્રભાએ જિતશત્રુ રાજા સાથે પાટલીપુત્ર તરફ પ્રયાણ કર્યું. દીકરીને વળાવીને બ્રાહ્મણ પિતાને ઘેર ગયે. પેલે દિવ્ય બગીચે દેવી પ્રભાવથી વિદ્યુતપ્રભાના મસ્તક ઉપર સાથે ને સાથે રહે છે.
નગરમાં પ્રવેશ કરતાં જનતામાં થયેલ આશ્ચર્ય -મહારાજા થોડા દિવસમાં પિતાના સૈન્ય સાથે વિદ્યુતપ્રભા સહિત પાટલીપુત્રના પાદરમાં આવી પહોંચ્યા. મહારાજા શત્રુ ઉપર વિજય મેળવીને આવ્યા છે એટલે પાટલીપુત્રની પ્રજા પિતાના મહારાજાનું ઠાઠમાઠથી સ્વાગત કરવા તૈયાર થઈ. રાજાનું સ્વાગત કરવા નગરવાસીઓના ટેટેળાં કીડીઓની જેમ ઉભરાયાં. એક તે રાજા વિજય મેળવીને આવ્યા છે તેને હર્ષ છે અને બીજું વિદ્યુતપ્રભા જેવી સૌંદર્યવાન રાણીને જોઈને ખૂબ હર્ષ પામ્યા. રાજા-રાણીએ નગરમાં પ્રવેશ કર્યો. પેલે દિવ્ય બગીચે તેના મસ્તક ઉપર છત્રની જેમ શોભતે સાથે જાય છે. રાણીના મસ્તક ઉપર બગીચે જોઈને નગર જનોને ખૂબ આશ્ચર્ય થયું. અંદરઅંદર એકબીજાને પૂછવા લાગ્યા કે આ શું આશ્ચર્ય! દુનિયાભરમાં ફર્યા પણ આવું આશ્ચર્ય કદી જોયું નથી. પાટલીપુત્રની પ્રજાને આ બગીચા જોઈને ખૂબ આશ્ચર્ય થયું છે. હવે રાજા પિતાના મહેલમાં જશે ને વિદ્યુતપ્રભાને કેવું પદ મળશે ને શું બનશે તેના ભાવ અવસરે
વ્યાખ્યાન નં.-૧૩ અષાડ વદ ૬ ને શનીવાર
તા. ૧૭-૭-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
અનંત કરૂણાના સાગર સર્વજ્ઞ અને સર્વદશી ભગવંતે જગતના જીના ઉધાર માટે સિધ્ધાંત પ્રરૂપ્યા. જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનને અધિકાર ચાલે છે. ભગવંતે સૂત્રમાં એ વાત બતાવી છે કે જી આત્મિક સાચું સુખ કેમ પ્રાપ્ત કરે અને આત્મ કલ્યાણ કરે તે હેતુથી પવિત્ર માર્ગ બતાવ્યો છે. પણ સાચું સુખ કેને કહેવાય અને તે સુખ કેમ પ્રાપ્ત થાય તે આ જીવને ખબર નથી. જીવ સંસારના વિનશ્વર અને ક્ષણિક સુખોમાં આનંદ માની રહ્યો છે. કદાચ પુણ્યબળે કરેની સંપત્તિ અને સુખની સામગ્રી મળી જાય તે માનવ માને છે કે મારે ઘેર બધું સુખ છે. પણ જ્ઞાની ભગવંતે કહે છે કે હે ભાન ભૂલેલા જીવ! તું અનાદિકાળથી સુખ