________________
શારદા શિખર
૧૧૫ મિથ્યાત્વ સેવ્યા. એ બધું ભેગવવાનું કેને? કર્મ તે કરનારને ભેગવવા પડે છે. માલ ખાવા બધા આવશે પણ યાદ રાખજો કે માર ખાવા કોઈ નહિ આવે. એક ઘરમાં ૧૦ માણસ છે તેમાંથી એક માણસ શાક સમારવા બેસે, તેની આંગળી કપાય, લેહી નીકળે, વેદના થાય તે તે કેને ભેગવવી પડે? શાક તે બધા ખાય પણ વેદના તે એકલા શાક સમારનારને ભેગવવી પડે છે, પણ ખાનારને વેદના ભેગવવી પડતી નથી. માટે યાદ રાખજો કે કુટુંબ માટે ચોરી કરી અને પકડાઈ જાશે તે જેલમાં તમારે જવું પડશે. પણ ખાનારને જવું પડતું નથી. આવું પ્રત્યક્ષ દેખે છે ને અનુભવે છે ને કે કર્મ કરનાર દુઃખ ભોગવે છે. બીજાને ભોગવવું પડતું નથી. તેમના માથે કંઈ જોખમ પણ રહેતું નથી. માટે વિચાર કરે. આવી જોખમદારી માથે લઈને મેળવ્યું ને પાછું મૂકીને જવાનું. ત્યાં પણ માર ખાવાને. આવે જે જીવને વિચાર આવશે તે આસકિત છૂટશે ને અનાસકત ભાવ આવશે. ને કર્મનું બંધન ઓછું થશે આવા વિચાર સમકિતી જીવને આવે છે.
જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ધારિણી રાણીએ સિંહનું સ્વપ્ન જોયું. જાગૃત થઈને રાજાને વાત કરી. તે વાત કાલે આવી ગઈ છે. સવાર પડતાં બલરાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવી સ્વપ્નનું ફળ પૂછયું. સ્વપ્ન પાઠકોએ પણ કહ્યું કે મહારાણીએ સિંહનું સ્વપ્ન જોયું છે એટલે સ્વપ્નના લક્ષણ અનુસાર સિંહ જેવા પરાક્રમી, પવિત્ર અને તેજસ્વી પુત્ર થશે. સ્વપ્નનું ફળ સાંભળીને ધારિણી રાણી ખૂબ આનંદિત થયા. રાણી ગર્ભનું પાલન કરવા લાગ્યા. જ્યારથી રાણી ગર્ભવંતી થઈ ત્યારથી તેના મનમાં પવિત્ર વિચારો આવવા લાગ્યા. સંતદર્શન કરું, દાન દઉં, સામાયિક કરું, આવા ધાર્મિક વિચારો આવવા લાગ્યા.
ગર્ભમાંથી જીવની પરીક્ષા ? ગર્ભને જીવ જે પવિત્ર આવે તે માતાને આવા પવિત્ર વિચારો આવે છે. ગર્ભમાં પુણ્યવાન છવ આવે તે ઘરમાં પૈસા વધે, પ્રેમ વધે. કુટુંબમાં કુસંપ હેય તે સંપ થઈ જાય, વિન ટળી જાય છે ને આનંદ આનંદ વર્તાય છે. જે કઈ પાપી જીવ આવ્યો હોય તે સંપ હોય તે પણ ઝઘડા ને કલેશ થઈ જાય છે. એકબીજાનાં મન તૂટી જાય છે. કંઈક વખતે ગર્ભવંતી બહેને ઘઉં વીણતી હોય તે ઘઉં વીણતાં કાંકરે મેઢામાં મૂકે છે. આ માટી ખાવાનું કેમ મન થયું ? એને દેષ નથી. અંદર રહેલ ગર્ભને જીવ એવે છે એટલે તેને માટી ખાવાનું મન થાય છે. ( શ્રેણીક રાજાની મહારાણી ચેલ્લા કેવી પવિત્ર હતી! ચલણ ચેડારાજાની પુત્રી હતી. ચેડારાજાને એકેય પુત્ર ન હતું. સાત પુત્રીઓ હતી. ભગવાને ચેડારાજાને કહ્યું હતું: “હે રાજા ! તારી સાતે સાત દીકરીઓ સતી છે. તારે ત્યાં દીકરીએ દીવ