________________
૧૧૪
શારદા શિખર છે કે એ સાધનેમાંથી સ્વજનો ભાગ પડાવે છે, અથવા ચાર લેકે તે સંપત્તિને તૂટી જાય છે અથવા રાજા છીનવી લે છે. અથવા વહેપારમાં નુકશાન જતાં નષ્ટ થાય છે, મકાનમાં આગ લાગે ને બળી જાય છે. નદીમાં પૂર આવે તે તણાઈ જાય છે. બે ત્રણ વર્ષ પહેલાં સાબરમતી નદીમાં પૂર આવ્યું હતું. તે વખતે સાબરમતીના કિનારે બાંધેલા બંગલાઓ તણાઈ ગયા. મહેનત કરીને ભેગું કરેલું ધન, સોનું, દાગીના, કપડા બધું પૂરમાં તણાઈ ગયું. ને માણસો ઘરબાર વિનાના બની ગયા. ભૂખ-તરસ વેઠીને કાળ-અકાળના દરકાર કર્યા વિના ભેગું કરેલું ધન આ રીતે ચાલ્યા જતાં માણસ રડે છે, ઝૂરે છે ને પશ્ચાતાપ કરે છે. બંધુઓ ! આ બધું તે તમે નજરે જુએ છે ને ? આવું જોઈને પણ જે તમારે ભવિષ્યકાળ સુધારે હોય તો વર્તમાનકાળ સુધારો. સંપત્તિ તે આ રીતે ચાલી જશે પણ તેને મેળવતાં બાંધેલા કર્મો તો તમારે ભેગવવા પડશે. માટે સમજીને મોહ-મમતા છોડી દે. ઘરબાર–માલ, મિલ્કતની મમતા ઉતારીને વિચારે કે હું એક મુસાફર છું. આ ધર્મશાળામાં ઉતર્યો છું. એવું માને તે બધી ઉપાધિ ચાલી જશે.
સમજીને રહે કે આ ઘર મારું નથી પણ આ ધર્મશાળા છે : એક બાદશાહને મહેલ હતું. એક ફકીરે આવીને બાદશાહના મહેલમાં પડાવ નાંખે. બાદશાહને સિપાઈ આવીને કહે છે સાંઈ ! ઈધર કર્યો ડેરા લગાયા? ઈધરસે ચલે જાઓ. ઈધરસે જા કે સરામેં ડેરા લગાઓ. સાંઈ કહને લગે કે હમ તે યહાં હી ડેરા લગાયા. ત્યારે સિપાઈએ જઈને બાદશાહને જણાવ્યું કે એક સાંઈ આયા હૈ, યહાં ડેરા લગાયા હૈ! બાદશાહે આવીને ફકીરને કાઢયે. તે કરતાં સમજીને નીકળી ગયા હતા તે રાજા કાઢત? ટૂંકમાં આપણે તે એમાંથી એ સમજવું છે કે જેમ કોઈ મુસાફીર મુસાફરી કરવા માટે નીકળ્યો અને જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તે ધર્મશાળામાં ઉતર્યો. એ ધર્મશાળાને ઓરડી માનીને બેસી ગયો. પણ ક્યાં સુધી ? ધર્મશાળા છોડ્યા પછી શું તમારી માલિકી રહેવાની છે ખરી? ના. બિલકુલ નહિ. જ્ઞાની કહે છે આ જીવ પણ એક મુસાફર છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે ત્યાં ઘરબાર બધું વસાવે છે ને મારું માનીને મમત્વ જમાવીને બેસી જાય છે પણ કયાં સુધી? જ્યાં સુધી આયુષ્ય પૂરું નથી થયું ત્યાં સુધી. આયુષ્ય પૂર્ણ થશે પછી પેલા ફકીરની જેમ એક ક્ષણ પણ નહીં રહેવા દે. ફકીરને તે બાદશાહના સુંદર મહેલમાં ઘણું રહેવું હતું પણ જવું પડ્યું ને? જીવની પણ આ દશા છે. આયુષ્ય પૂરું થતાં અહીં રહેવું હશે તે પણ એક ક્ષણ રહેવા નહીં દે. સાથે કંઈ લઈ જવા દેશે પણ નહિ. સાથે તે શુભાશુભ કર્મો આવશે.
શરીર માટે, ધન અને કુટુંબને માટે અઢાર પાપનું સેવન કર્યું, કષાય કર્યા,