________________
શારદા શિખર માટીના કાચા વાસણ જેવું દુર્બલ છે. અશુચિમય–અપવિત્ર પદાર્થોથી ભરેલું છે. સર્વદા અનવસ્થિત છે. જરા અને મૃત્યુનું જર્જરિત ઘર છે. સડવાને પડવાને અને વિધ્વંસ પામવાને જેને સ્વભાવ છે. પહેલાં કે પછી અવશ્ય એક વાર છૂટવાનું છે. નિઃસાર, તુચ્છ અને અપવિત્ર પદાર્થોથી ભરેલા આ શરીરમાં કસ્તુરી, કેશર, ચંદન જેવા સુગંધી પદાર્થો નથી, તેમજ સુવર્ણ, મેતી, માણેક, નીલમ અને પાના જેવા દેખાવડા સુંદર પદાર્થો પણ નથી પરંતુ હાડ, માંસ વગેરે અસાર અને અપવિત્ર પદાર્થો ભર્યા છે. આચારંગ સત્રમાં પણ ભગવાન બેલ્યા છે કે, “જ્ઞ અંત तहाबाहिं, जहा बाहिं तहा अंतो, अंतो पूइदेहतराणि पासति पुढोवी संवति વરિ પરિન્ટેદા ” આચારાંગ સૂત્ર અ. ૨ ઉદેશે ૫. A આ શરીર અંદરથી જેવું અસાર છે તેવું બહારથી પણ અસાર છે. અને બહારથી જેવું અસાર છે તેવું અંદરથી પણ અસાર છે. જેવી રીતે અશુચીથી ભરેલ ઘડે અંદરથી પણ અશુચીમય છે અને ઉપરથી પણ તે અશુચીમય કહેવાય છે. કારણકે તેની અંદર અશુચી ભરેલી છે. ભલે અશુચી બહાર ન હોય તો પણ અંદર ભરેલી અશુચીના કારણે તે અશુચિમય છે, તે રીતે આ શરીર અંદરથી અશુચિમય હોવાથી અસાર છે તે રીતે ઉપરથી પણ અસાર છે. એની અસારતાનું એથી વધુ કર્યું પ્રમાણ જોઈએ કે એના પર લગાડેલા સુંદરથી પણ સુંદર પદાર્થ પણ ખરાબ થઈ જાય છે. ચંદન, કેશર ઈત્યાદિ સુગંધી પદાર્થ એના પર લગાડવામાં આવે તે શરીરના સંસર્ગથી અલ્પ કાલમાં તે પણ વિકૃત બની જાય છે. શરીરમાં નાખેલા સુંદરમાં સુંદર પકવાનનું કેવું પરિણામ આવે છે અને કેવી વિકૃત વસ્તુ બહાર આવે છે! શરીર પર પહેરેલા વસ્ત્ર પણ અલ્પકાળમાં એના સંગથી મેલા થઈ જાય છે. કેવું અસાર આ શરીર ! કેટલે એના પ્રત્યે મેહ! બુદ્ધિમાન આ શરીરમાં રહેલા દુર્ગધી પદાર્થો તથા શરીરની અંદરની અવસ્થાએ જોઈને એના સત્ય સ્વરૂપને સમજીને આ શરીરને મેહ ન રાખે. અને જ્યાં સુધી શકિત છે ત્યાં સુધી તેની પાસેથી કામ કઢાવી લે.
વીતશેકા નગરીમાં બેલ નામના ન્યાયી રાજા રાજ્ય કરે છે. રાજા પ્રજાના પ્રેમી અને પ્રજા રાજાના પ્રેમી છે. તેમની કીર્તિ ખૂબ દૂર દૂર સુધી પ્રસરેલી છે. “તાર ધારા ને તેવી હૈ દે દેથા ' તે બલરાજાના અંતેઉરમાં ધારણા પ્રમુખ એક હજાર રાણીઓ હતી. રાજા આદર્શ ને ગુણવાન હતા તેવી રાણીએ પણ ગુણવાન હતી. એક હજાર રાણીઓમાં મુખ્ય ધારણી રાણી હતા. બંધુઓ! સ્ત્રી એ તે ઘરને શણગાર છે. ઘર ગમે તેટલું સુંદર હોય, પુરૂષ કરડે રૂપિયા કમાતે હોય પણ ઘરમાં સ્ત્રી ન હોય તે કઈ વ્યવસ્થા હતી નથી. સ્ત્રી હોય તે બધું વ્યવસ્થિત રાખે છે. ઘરમાં કંઈ ન હોય તે પણ સુશીલ સ્ત્રી ઘરનું સારું