________________
શારદા શિખર ફર્યા ત્યારે વહેપારીના મનની ભાવના એવી હતી કે હવે વરસાદ વધુ ખેંચાય તે સારું. કારણ કે અનાજના ભાવ ઉંચા ચઢે ને મને ન થાય. ત્યારે ચામડીયાના ભાવ એવા હતા કે હવે વરસાદ પડે, સુકાળ થાય ને ઢોર મરતાં બંધ થાય તે ચામડાના ભાવ ચઢે ને મને ન થાય. એટલે જતી વખતે વહેપારીના ભાવ ઉત્તમ હતાં ને વળતા ચામડીયાના ભાવ ઉત્તમ હતા. આમાં કઈ ધર્મની દૃષ્ટિ ન હતી. પણ પિતાને થતાં લાભાલાભની દષ્ટિ હતી. પેતાને જેમાં લાભ થાય તેને સારું માને અને પિતાને ખોટ જાય તે સારાને પણ ખરાબ માને છે. આ છે સંસારી જીની ભાવના. જ્યારે સાધુ ગૌચરી જાય ને આહાર–પાણી મળે તે એમ માને કે આ આહાર કરીને જ્ઞાન-ધ્યાનમાં ઉદ્યમ કરીશ ને ન મળે તે માને કે મને સહેજે તપની વૃધ્ધિ થઈ. આ આત્માની વિચારણું છે. પણ જે શરીર તરફ દષ્ટિ જાય તે એમ વિચાર થાય કે આજે તે વરસાદ રહ્યો નથી. જેથી ગૌચરી મળી નથી. ભૂખ લાગી છે. આ રીતે ઉકળાટ કરે. કારણ કે આ શરીર ઝેરનો કીડો છે. ઝેરના કીડાને સાકરમાં આનંદ ન આવે. ઝેરમાં આનંદ આવે. તેમ આ જીવ પણ વિભાવે દેહનો કીડે બની ગયા છે.
બંધુઓ ! વિચાર કરે. આ જીવને કર્મબંધન કરાવી ચતુર્ગતિમાં રખડાવનાર હોય તો આ શરીર પ્રત્યેને રાગ છે. તેના રાગથી અનેક પ્રકારના પાપ બાંધે છે. છેવટમાં તે ભવભ્રમણ કરાવે છે. ગમે તેટલા પાપના પેટલા બાંધશે ને ભેગું કરશે પણ સાથે શું આવશે ને તમે કયાં જશે તેને વિચાર કર્યો ?
અમૂલ્ય જિંદગી ગુમાવી જાશે જ્યાં તમે ? પાપનાં પોટલા બાંધી જાશે જ્યાં તમે ? સાધુ સંતને જોઈ મનડું નાચે નહિ, તપ-ત્યાગની વાતે દિલડું રાચે નહિ, માયાની (૨) જાળમાં ફસાઈને જાશે કયાં તમે ? અમૂલ્ય જિંદગી.....
અમૂલ્ય માનવ જિંદગીમાં ધર્મારાધના નહિ કરે, સંત સમાગમ નહિ કરે. કેવળ ધન ભેગું કરીને પાપના ટિલા બાંધશો તે તમારું શું થશે ? તમને આ વિચાર નહિ આવતું હોય પણ મને તે તમારી દયા આવે છે. આજની સરકાર ઘી, ખાંડ, અનાજ બધી વસ્તુઓની નિકાસ કરે છે. ને એક બાજુ ગરીબને મદદ કરી ગરીબી દૂર કરવાની વાત કરે છે. તે કેવી રીતે ગરીબી દૂર થશે. ? આ ભારતમાં જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે તે ભારતની પ્રજા સુખે ખાઈ શકતી નથી. અહીં તંગી. બતાવે છે ને પરદેશમાં એ ચીજોની નિકાસ થાય છે. હવે હું તમને પૂછું છું કે