________________
શારદા શિખર સાત આંટા ખવડાવે તે ફરીને જાઓ ખરા ? ઉપરથી સાધુનું વાંકુ બોલો પણ જેની પાસે પૈસા માંગે છે તેને ત્યાં ઉઘરાણી જાઓ અને તે જે સાતને બદલે દશ આંટા ખવડાવે તે જાઓ કે નહિ ? (હસાહસ) ત્યાં તે ગમે તેટલા આંટા થાય તે પણ પગ થાકે નહિ. અહીં આવતા થાકે છે.
પેલો પ્રધાન મનમાં મૂંઝા પણ રોકાયા વિના છૂટકે ન હતું. હવે રોજ તે વડલા નીચે જઈને બોલવા લાગે છે વડલા ! તું હતું તે લીલોછમ થઈ જા. રેજ આ રીતે બોલવાથી છ મહિને વડલાનું ઝાડ લીલુંછમ થઈ ગયું. એટલે પ્રધાન રાજા પાસે જઈને કહે છે તમારો વિલો લીલો થઈ ગયું. હવે મને મારા પ્રશ્નને જવાબ આપે. રાજા કહે છે. તારા પ્રશ્નનો જવાબ તને મળી ગયે. પ્રધાન કહે છે તમે તે મને કંઈ જવાબ આપ્યો નથી ને આપ કહો છો કે તારો જવાબ મળી ગયો. રાજા કહે–સાંભળે ! તમે વડલા નીચે જઈને એવી ચિંતવણા કરી કે હે વડલા! તું સૂકાઈ જા. તે સૂકાઈ ગયું ને તમે એમ ચિંતવ્યું કે હે વડલા! તું લીલો થઈ જા તે લીલોછમ બની ગયા. તેમ તમારા રાજ્યમાં જે રાજા થાય છે તે ખૂબ અન્યાયી હોય છે. પ્રજાને ચૂસીને ત્રાસ આપે છે એટલે પ્રજા એવું ચિંતવે છે કે હવે આ રાજા કયારે મરી જાય ને નવા રાજા આવે. બીજે ને રાજા પણ એ જ આવે છે અને પ્રજા એમ ચિંતવતી રહે છે. એટલે રાજાએ દીર્ધાયુષ નથી બનતા અને અમે પ્રજાનું હિત કેમ થાય, પ્રજાને સંતોષ કેમ થાય, પ્રજાને કોઈ જાતનું દુઃખ ન થાય તે જાતનું ધ્યાન રાખીને રાજય કરીએ છીએ તેથી પ્રજા અમારા ઉપર ખુશ રહે છે ને બેલે છે અમારા રાજા દીર્ધાયુષ બનજે. જેથી અમારા રાજા દીર્ધાયુષ રહે છે. આ તે એક કવિની કલ્પના છે. બાકી આયુષ્ય પ્રમાણે જીવવાનું છે. પણ સંસાર કે વિચિત્ર છે! પિતાને જે જાતની સુખ સગવડ જોઈએ તેવી ચિંતવણું કરે છે.
અનાજ અને ચામડાના વહેપારીની ચિંતવણું એક વખત એક અનાજને વહેપારી અને બીજો ચામડાને વહેપારી બંને બહારગામ જતાં હતા. તે વખતે એક ત્રીજે માણસ સાથે જવા માટે તૈયાર થયે. તે માણસે જતી વખતે અનાજના વહેપારી સાથે મિત્રતા કરી ને પાછા ફરતી વખતે ચામડીયાની સાથે મિત્રતા બાંધી. આનું કારણ શું? એ તમને સમજાય છે ? તે માણસે પાછા ફરતી વખતે અનાજના વહેપારી સાથે મિત્રતા કરી હતી તે ગામમાં પ્રતિભા પડત કે આ માટે વહેપારી આનો મિત્ર છે આ બાહ્યદષ્ટિ છે પણ જે આંતરદષ્ટિથી વિચાર કરીશું તે સમજાશે કે અંદરની વિચારણા કેવી છે! જતી વખતે વહેપારી મનમાં એ વિચાર કરતો હતો કે સુકાળ હોય તે સારું અનાજ સસ્તુ મળે. ત્યારે ચામડી એમ વિચાર કરતો હતો કે દુકાળ પડે ને ઢેરે વધુ મરી જાય તે મને સારું ચામડું સસ્તુ મળે. એટલે જતી વખતે વહેપારીને વિચારે ઉત્તમ હતા ને ચામડીયાના વિચારો અધમ હતા. પણ પાછા