SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ –ાર્મિક સ્થળો કુટુંબને બાંધી આપેલા. આ દેવળ સંવત ૧૮૪૬-૪૮ માં પૂર્ણ થયેલ એવું મનાય છે. કપડવણજમાં મહત્ત્વનું સ્થાન ધરાવતું હિન્દુ મંદિર છે, (જુએ ચિત્રન, 70) તેનું પ્રવેશદ્વાર ઉત્તરાભિમુખ છે. આ મંદિર જતાં રહેજે ૨૦૦ વર્ષને ખ્યાલ આવે છે. શ્રીનારાયણદેવ ભગવાનની પ્રતિમા પૂર્વાભીમુખે છે, વચ્ચે મેટે ચેક છે. જેમાં તુલસીકયારે છે. જે વિષ્ણુ ભગવાનના બબર સન્મુખ છે, અને સામે જ શ્રીગુપ્તેશ્વર મહાદેવનું નાનું દેવળ, આ મંદિરમાં જ સમાયેલ છે. શ્રીગુપ્તેશ્વર, મહાદેવની પ્રતિમાની પધરામણી શ્રીમંછારામ જીવણજી જોશીએ કરેલી. અહીં એક વિષ્ણુવૃક્ષ પિપળે છે. જ્યાં અનેક હિન્દુઓ બાધાઓ માને છે. મંદિરમાં મેડાબંધી બેઠકે છે. પ્રવેશદ્વારના ઉપરના ભાગ પર તથા ઓટલાઓ પર ઓરડીઓ છે. જેનાં ભાડાં ધર્માદામાં વપરાય છે. શ્રીનારાયણદેવના મંદિર તરફ જતાં હરહંમેશ આપણને ભાવિક ભક્તો નજરે પડે છે. શ્રાવણ માસ, પવિત્ર માસ, હિંડોળાના દર્શન એટલે ભક્તોની ભી. સવાર–સાંજ દર્શન ટાણે માનવ મહેરામણ ઉભરાએલ હેય. ત્યાં દર્શન કરી સીધા શ્રીગોકુલનાથજીના મંદિર તરફ દર્શનાતુર ભક્તો દેડતા જ હેય. શ્રીનારાયણ મંદિર શ્રી નારણદેવ મંદિરનું ક્ષેત્રફળ ૪૦૧૫/૪૦૦૦ ચોરસફુટ આશરે છે. તેને વહીવટ આજ પણ ચોરાસી મેવાડા બ્રાહ્મણ એટલે જોતિશાસ્ત્રના નિષ્ણાત કુટુંબના જ કરે છે, આ જોશી કુટુંબના સભ્ય આસપાસના રજવાડામાં તિષ અને કર્મકાંડ માટે નિષ્ણાત તરીકે પ્રખ્યાત હતા. (આ વિદ્વાને સુવર્ણયુગના વિદ્વાનોના વંશજો છે) . શ્રી મહાલક્ષ્મીઃ ઐતિહાસિક કુંડવાવમાંથી નિકળેલ પ્રતિમાઓમાંની એક (હાલમાં છે તે નવી પ્રતિમા છે. શરૂઆતમાં આ પ્રતિમા પણ જોશી કુટુંબના ઘરમાં જ હતી. આ ગામના સદગૃહસ્થ મંદિર અને પ્રતિમાને પધરાવી (ઈ.સ. કે સંવત મળેલ નથી) સ્થાપના કરેલી. આ પ્રતિમાજી પૂર્વાભિમુખે છે. દેવળનું પ્રવેશદ્વાર પશ્ચિ તફનું છે. તેનું ક્ષેત્રફળ ૧૮૦૨ ૧૮૦૦ ચોરસફુટના આશરે છે. તેને વહીવટ અને પૂજન વિધિ હાલ શ્રીમાળી બ્રાહમણના પંચને હસ્તક છે. દેવળનું પ્રવેશદ્વાર મેડાબંધી છે, ત્યાં ગુજરાતી કન્યાશાળા બેસે છે. શ્રીકળનાથજીઃ બૈષ્ણવેમાં મોટા મંદિરના નામે પ્રખ્તાત એવું શ્રીગોકુળનાથજીનું મંદિર છે. તે સ્થળે પ્રથમ પિરવાડ વણીક પંચની ધર્મશાળા હતી. તે રૂ. ૧૦૦૦/-ની કંઠી આપી પંચ પાસેથી શ્રી રાજારામ દેસાઈનાં સુપુત્રી શ્રીઅચરતબહેને લીધી હતી. આ મંદિરમાં પ્રવેશતાં જમણા હાથે એક કુવે છે. તેમજ ૨ ઓરડીઓ બંધાયેલ છે. શ્રીગોકુળની ગાદીના પાદપૂજ્ય શ્રીલક્ષમણલાલજી મહારાજે સંવત ૧૯૧૧ પોષ વદી ૪ શનિવારે અહીં આવી શ્રીહાકેરજીની સ્થાપના કરેલી. પ્રઢ મંદિરની વ્યવસ્થા એટલે રાજગ: મંદિરની બહાર મોટા પરથાળ પર આજ દુકાને ભાડે આપેલ છે. દેવળની પાછળ એક સારી ગૌશાળા છે. શ્રીકૃષ્ણ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy