SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ કપડવણજની ગૌરવ ગાથા શેભે છે. આસપાસ બેઠક જે ચોપાસ ફરતે પરથાળ (પટશાલ). પરથાળ ઉપર ચેકીઓ બંધાવવાનો રિવાજ પ્રચલિત હતું. આ પ્રકારની ચિકીઓ, સંતેના આશ્રમસ્થાન મઢીઓ યાને છત્રીઓ જે હજુ કલાના નમુનારૂપ છે. જ્યારે કુંડવાવ નહિ હોય ત્યારે આ સ્થળે નાનકડું ખાબોચીયું હશે એવું કઈકનું અનુમાન છે. જમણી બાજુની છત્રી નીચે ઉંડાણમાં કૂવા જેવું છે: શુભદ્રક અને શીવકુંડ : સેલંકી યુગમાં ઘણ કુંડે ગુજરાતમાં બંધાયા. જેમાંના આજ ઘણુ તુટયા છે. કેટલા મજુદ છે, તેમાં કપડવણજને આ કુંડ “શીવ-કુંડ હયાત છે. કેટલાક કુડે મેટા ભાગભા ભદ્રક શ્રેણના છે. જ્યારે “શુભદ્રક શ્રેણીને આ શિવકુંડ છે. (ડે. હરિભાઈ ગૌદાનીના લેખમાંથી સાભાર :) વડનગરના કીર્તિસ્થંભથી કંઈક અંશે કલામાં અને શૃંગારમાં ઉતરતા દરજજે હવા છતાં, જીવંત નમુનારૂપ આની કમાન હજુ શેભી રહી છે. હાલમાં આ કમાન યાને કીર્તિસ્થંભ આ સિદ્ધ સરોવરનું મુખ્ય દ્વાર હશે. ભાવિકભક્તો અને ભુદે દ્ધિ સરેવરમાં સ્નાન કરી તરત જ ભગવાન નીલકંઠના દર્શન કરતા હશે. આ તેરણની લંબાઈ પહેલાઈ : આ કીર્તિસ્થંભ ૧૨ . કુટમાં સમાયેલ ૨૩ ફૂટ ૧૦ ઇંચની ઉંચાઈમાં છે, અને કુંભીઓ ૪ ફુટની જાડાઈમાં છે. બે બાજુના સ્થભે છજુ અને તેણે કલાના નમુનારૂપ છે. ઉપરના મધ્યમાં શિવની તાંડવ નૃત્ય કરતી પ્રતિમા છે અને બંને બાજુ કમળ ઉપર બ્રહ્મા અને ગરૂડ ઉપરશ્રીવિષ્ણુની પ્રતિમાઓ શેભે છે. શિલ્પકળાના ચાર : ૪ : પ્રકારના નમુનાઓમાં આ કીર્તિ સ્થંભ ઉતંગત એટલે પહેલા પ્રકારનું શિલ્પ છે. આ કીર્તિસ્થંભ તરફ જતાં, પગથીયાથી પથાળ પર જતાં, બન્ને બાજુ સુંદર કલાત્મક મુતઓ છે. શિવકુંડ અને બત્રીસ કઠાની વાવઃ આ શિવકુંડ સરોવરમાં પહેલા ૧૨ માસ પાણી ટકતું હતું. સિદ્ધ પુરૂ, સંતે આ મઠમાં છત્રીઓ નીચે તપશ્ચર્યા કરતા. તે સમયે આ બાજુના રહેવાસીઓ કેટલાક કપડા ધેતાં અને સ્નાન પણ કરતા. લેકકથા કહે છે કે–અધીં સદી પહેલાં કેઈ સંત આ છત્રી નીચે તપશ્ચર્યા કરતાં હતા. મહાત્મા પ્રભુતાનમાં હતા, અને રૂતુસ્નાતા બહેન ત્યાં કપડા ધોવા બેઠેલાં. મહાત્માએ દૂર બેસવા જણાવેલ, પણ હઠીલા બહેન નહઠક્યાં, પણ સાધુ હઠયા અને પાણી પણ હઠયાં. હાલમાં પાણી ૧૨ માસ ટકતું નથી. “કુંડવાવ” અને બત્રીસકોઠાની વાવને સંબંધ એક જ છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy