SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા ફેકટરીમાંથી “કૂતરા છાપ” દીવાસળીની પેટીઓ બજારમાં મૂકવામાં આવેલી. કમનસીબ કે આ ધંધે ટૂંક સમયમાં જ બંધ થઈ ગયે. - પતરાળાં બનાવવાઃ અહીં કેટલીક સામાન્ય કુટુંબની બહેને પતરાળાં, પયિા વગેરે ખાખરના પાનમાંથી બનાવતા. જે સારા માઠા જ્ઞાતિ ભેજન સંભારમાં વપરાતાં, હજુ પણ વપરાય છે. તે ગૃહઉદ્યોગ હજુ ચાલું છે, માટીકામ: વરસોથી માટીનાં વાસણે વાપરવાને રિવાજ હોવાથી આ ઉદ્યોગ પણ સારી રીતે ચાલતે. માટલાં, નળીઓ, તાવડી(કલાડ) કેડિયાં રાંધવા માટે હાંડલીઓ તથા અનાજ ભરવા માટેની મોટી કેડીઓ તથા બહારગામ પાણી ભરી જવા માટેના કૂંજા (ભેટવા) વગેરે, અંતિસરિયા દરવાજે તથા નદી દરવાજે વસતા પ્રજાપતિ ભાઈઓ બનાવતા. ગુજરાતમાં નાનામાં નાના ગામમાં એકાદ ધરતે પ્રજાપતિનું હોય જ. વાસણનું સ્થાન હવે ધાતુના વાસણમાં સમાઈ ગયું છે. તેથી આ પ્રજાપતી વર્ગના કેટલાક ભાઈઓ ઈટે પાડવાનો ધંધો કરતા, કેત્રટ્રાકટને ધંધે કરતા. તે પછી તે ભણીને નેકરીઓ તરફ વળી ગયા છે. ચંગીઓ, નાના હુકકા પણ તેઓ સારા બનાવતા. કંસારવાડાના ચકલે રૈયા ગાંધીની અને વૈધની ખડકીની વચ્ચે સામી બાજુએ એક નાની ખડકીને ભેટિયાની ખટકી કહે છે. આના પૂર્વજો સાર ભેટવા બનાવતા મીનાકારી કામ–સેના ચાદીનાં ઘરેણાં પર મીન (ઇનેમલ) ચઢાવવામાં આવે છે. અહીં નાના પાયા પર બે કારખાનાં શરૂ કરવામાં આવેલાં. પરદેશથી આવતા માલ કરતાં આવા ઘરે આંગણે તેયાર થતા માલને મહત્વ આપી આવા ઉદ્યોગને જરૂર વિકલવ જોઈએ. હાલમાં નાનકડાં ત્રણ કારખાના છે. દવાઓ બનાવવાને ઉદ્યોગ, કમસ્યુટિફુલ વકસ-અહી દવાઓ બનાવવાનું કેઈ કારખાનું નથી પણ આર્યુવેદિક પ્રેકિટશનરે પિતાના અંગત ધંધાઓની દષ્ટિએ દવાઓ બનાવતા. ગાંધી કેશવલાલ કેમિકસ નામની કંપનીએ સ્વતંત્ર દવા બનાવવાની શરૂઆત કરેલી પણ તેને ખાસ લેબોરેટિંઝ દ્વારા પ્રથકકરણ કરેલ કે દેશી દવાઓમાં કોઈ આયુર્વેદ નિષ્ણાતની એગ્ય દરવણ પણ મળેલી નહીં. આ પ્રવૃત્તિ પણ અત્યારે બંધ છે. જે સામાન્ય રીતે તેને વિકાસ થયે હેત તે આજ તેનાં ફળ સારા દેખાત. પ્રજાકીય ઉદ્યોગ ગૃહ સ્વ. પૂ. સેવામૂર્તિ હરિભાઈ દેસાઈ એ તેમનાં પ્રથમ સ્વ. પત્ની મહાલક્ષમી બેનના સ્મરણાર્થે એક મહાલક્ષ્મી ઉદ્યોગગૃહ ૧૯૨૦ માં શરૂ કરેલ. તે પ્રેરણાના પ્રતીકરૂપે સેવાસંઘ દ્વારા શક્તિમંડળ આ ઉદ્યોગગૃહ ચલાવે છે. પહેલાં ગરીબ અને મધ્યમ વર્ગની દુઃખી બહેને દળવા ખાંડવાને બંધ કરી નિર્વાહ કરતાં. આ ગૃહ ઉદ્યોગ
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy