SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ પતિને ગણી જ મદદગાર હતી. કપડવણજની વસ્તી વહેંચણી તેમજ વ્યવહારુ ગોઠવણી તેને જ આભારી છે, તેમ મનાય છે. તે એક સાચી રાજકત્ર પણ હતી. કેટલાક તેને રાધનપુરના નવાબ મહંમદખાનની પત્ની ગણે છે (બાબી વંશમાં આ સમયમાં રાધનપુરમાં એટલે ઈ. સ. ૧૭૧૬ ના અરસામાં જવાનમખાન નામના બાબી હતા.) જ્યારે કપડવણજના છેલ્લા યુદ્ધ વખતે શેરખાન બાબી કે જે મહમદ બહાદુરખાન તરીકે ઓળખાતા હતા. તેમને (લાડી) લાડલી અને અમીન (આમેનાહ) બે બેગમ હતી. કપડવણજના ઈતિહાસના પ્રથમ લેખક શ્રીમહાસુખરામ નરસીંહરામ ભટ્ટ માને છે કે : રાધનપુરના નવાબનાં પત્ની અહીં રીસાઈને આવેલાં. કપડવણજ શહેર વસાવીને કિલ્લે બાંધેલ. (શહેરકાઝીના દફતરના આધારે) જ્યારે મહી કાંઠા ડીરેકટરી જણાવે છે કે કપડવણજના નવાબ બહાદુરખાનની બેગમ તેના ખાવીંદથી રીસાઈ રમેસ આવીને ઊભી રહી. પિતાના રહેઠાણ અને રક્ષણ માટે પિતાના ખર્ચે કિલ્લે બંધાવેલું. રમેસથી કપડવણજ આવતા રસ્તામાં બે ગાઉ ઉપર વોલ પાસે એક વાવ છે, જેને ફેરફ કહે છે. તે બંધાવ્યું. તેને અત્યારે બાબીની વાવ’ કહે છે અને જ્યાં રસને કિલ્લે બંધાવ્યો ત્યાં મહંત રહે છે. આ કિલ્લે મહંતે બંધાવેલ અને લાગણીને મહંતે રક્ષણ આપેલું તેમ માને છે. આ કિલ્લે વાત્રકના દક્ષિણ કિનારે છે. લાડીબાબી કે જે આ સમયમાં વડોદરામાં હતી. તેને એક માનીતે સુથાર તે વખતે વડેદરાની પ્રજાની બહેન બેટીને સતાવતું હતું. આ સુથારને ત્યાંના દેસાઈ શ્રી સુરેશ્વરે જે દિવસે લાહેરી દરવાજાના મેદાનમાં પાટિયાં સાથે ખીલા ઠોકી જડી દીધે, તે જ દિવસે લાડીબાબી વડોદરાથી નાસીને કપડવણજ આવેલી. આ વખતે શેરખાન બાબી કપડવણજને રાજક્ત હતે. ઈતિહાસની તવારીખોમાં આ સમયે બાબી વંશમાં રાજખટપટમાં ફાવ્યો હતે. શેરખાન મેજમજામાં મસતાન હતું. તે જ વખતે બાબીના ખાસ માણસ ઈમામ મહંમદીએ બહારની ધમાલની ખબર આપી કે સરકાર કેઈ અજાણ્યા માણસ એક ઓરત લઈને આવ્યો છે. આવનાર પુરુષ હતે મશરૂ મેવાસી (ગુલામને સોદાગર). મશરૂનું નામ સાંભળતાં જ દરબારીઓ દંગ થઈ ગયા. તેની સાથે બાઈ હતી “મન” જેના નામથી હાલ “મદને ઝાંપે “મદન તલાવડી’ પણ વડોદરામાં પ્રખ્યાત છે. આ શેરખાનનું નામ મહંમદ બહાદુરખાન હતું. જે કપડવણજના વ્યવસ્થાપક હતા, તે પણ સિદ્ધ થાય છે. તેમને બે પુત્રો હતા. જેમાં એક જૂનાગઢ અને બીજે વાડાસિનેર રહ્યો. બાબીવંશનાં રાજરાણી લાડણ બાબીની દરગાહ હાલની કચેરીમાં પિસતાં જમણી બાજુ કૂવા પાસે છે. જૂનાગઢવાળી દરગાહ જુદી જ લાડણી બેગમની છે. આ લાડણીબાબીની દરગાહના દીપ, ધૂપ માટે સરકાર તરફથી પેન્શન મળે છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy