SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ પહેલું–ઐતિહાસિક નગર કપડવણજ ગુર્જર ભૂમિને પ્રતાપ ભારતની દશે દિશામાં જ્યવનીના ઘેષ પ્રતિઘોષથી સભર હતું. ગુજરાતનું સંસ્કાર ઘન છૂટે હાથે ઠેરઠેર વેરતું હતું. ગુજરાતને સિદ્ધિ આપનાર ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહ, ઠેરઠેર પત્થરને વાચા આપી હતી. કપડવણજમાં એ સ્વપ્ન દષ્ટિનાં પુનિત પગલાં પય, તે પહેલાંના કાળ તરફ આપણે એક વાર દષ્ટિપાત કરી લઈએ. મહારાજા સિદ્ધરાજ જયસિંહદેવે કર્મકવાણિજ્યમાં આગમન કર્યું, તે પહેલાં અને ચાપોત્કટ યુગના કાળમાં નજર નાખતાં એવી પ્રતીતિ થાય છે કે પ્રાચીન નગરી સંસ્કાર ભૂમિ હતી. કપડવણજની ધરતીમાંથી સંસ્કારસ્વામીઓ, શ્રેષ્ઠીઓ, શુરવીરો અને કલાધરે પેદા થયા છે અને હજુ સુધી એ સંસ્કાર વાર જાળવનાર કોઈને કોઈ સપુતેની આ ધરતી ભેટ ધરે છે. પ્રાચીન શહેર કર્પટવાણિજ્ય જ્યારે સમૃદ્ધિની ટોચે બિરાજતું હતું ત્યારે હાલમાં આપણે જ્યાં હરીએ ફરીએ છીએ, વસવાટ કરીએ છીએ, નવી નવી ઈમારતો રચીએ છીએ, જૂની ઈમારતોને સમરાવીએ છીએ, તે સ્થળ ભયંકર જંગલ હતું એવી કલ્પના ય પણ આપણને આવી શકે ખરી? જન સાહિત્યમાં કર્પટવાણિજયને ઉલ્લેખ ઈ. સ. ના દસમાં સૈકાથી તેરમા સૈકા સુધીના ગાળામાં ગુજરાતના સ્થાપત્યમાં ઘણે વિકાસ જોવા મળે છે. વિકાસના એ ક્રમમાં કપડવણજે પણ પિતાનું સ્થાન કળામય સ્થાપત્યની રચના કરી નિશ્ચિત કરી લીધું હતું. પ્રજા ધર્માનુરાગી હતી, ધર્મ ખાતર શ્રેષ્ઠીઓએ પિતાના ભંડાર ખુલ્લા મૂક્યા હતા. શ્રીમતેઓ દ્રવ્ય રેલાવ્યું, કળાકારે એ અંતરમાં જાગતાં અરમાનેને આકાર આપે. ભક્તિભાવથી નિતરતાં કળાકારના અને શ્રેણીઓના સાત્વિક અંતરે કપડવણજને સંસ્કાર તેમજ ધર્મ પ્રત્યેના અનુરાગને અમર બનાવતા સ્થાપત્યની રચના કરી. ગુજરાતમાં એ કાળે રાજ્ય ક્ષત્રિયનું અને શાસન જૈનોનું હતું એમ કહેવું અતિશક્તિ ભર્યું નથી. ઠેરઠેર જિનાલયે બંધાતાં હતાં. એમાંનું કેટલાકનું મુસ્લિમ શાસનકાળ દરમિયાન મસ્જિદમાં પરિવર્તન પણ થયું. કેટલાકનું અસ્તિત્વ પણ નષ્ટ થયું. જ્યારે કેટલાંક એ હજુ એના અસલ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવી રહ્યા છે. ક. ગૌ. ગા-૨
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy