________________
૨૭
વિમોચન પ્રસંગ તાજેતરમાં સં. ૨૦૪૧ માગશર વદ ૧ ને રવિવાર તારીખ ૯-૧૨૮૪ના મંગલ પ્રભાતે ૯=૦૦ સમયે મીઠાભાઈ શેઠની ખડકી, શેઠ મીઠાભાઈ ગુલાબચંદ જૈન ઉપાશ્રયમાં સ્થાપત્યકલા અને પ્રાચીન મંદિર-મૂતિઓના જ્ઞાતા અને સંશોધક ડે. હરિલાલ આર. ગૌદાનીના પ્રમુખપદે કપડવણજના વતની અને ડેમાઈને પોતાનું કર્મક્ષેત્ર બનાવી ડોકટરી અર્થે નિસ્પૃહી સેવા અર્પતા રહેલા અજાત શત્રુ ડે, પોપટલાલ દોલતરામ વિઘના ઘણું વર્ષોના પરિશ્રમ અને સંશોધનના પરિપાકરૂપ “શ્રીકપડવણુજની ગૌરવગાથા” અણ મોલ ગ્રંથની વિમોચનવિધિ આચાર્ય કંચનસાગરસૂરિ મહારાજના વરદ્ હસ્તે યોજાઈ હતી. પ્રારંભમાં જૈન ભક્તિ મંડળની ભગિનીઓએ પ્રાર્થના અને મંગલગીતની અસ્વર પિશગી કરેલી. વિમોચન વિધિ કાર્યક્રમના પ્રમુખ સ્થાન માટે ડો. હરિભાઈ ગૌદાનીની દરખાસ્ત અને ટેકા બાદ સ્વાગત ગીત રજૂ થયેલ, ત્યારબાદ સ્વર્ગસ્થ ડે. પિોપટલાલ વવના સુપુત્ર છે. અમિત વૈદ્યના વરદ્ હસ્તે મંગલ દીપક પ્રગટાવવામાં આવેલ, ત્યારબાદ ડે. રતિલાલ એચ. વેદે આ સમારંભના વરાયેલા પ્રમુખશ્રી ડો. હરિભાઈ ગૌદાનીનું કુલહારથી સ્વાગત કર્યું હતું. જાણીતા ઇતિહાસકાર શ્રી રમેશભાઈ જમીનદારે તેમજ વડોદરાના એમ. એસ. યુનિવર્સિટીના પ્રો. રમણલાલ નાગરજી મહેતાએ પ્રાસંગિક પ્રેરક અને સંશોધક પ્રવચને કરેલ, જેમાં પ્રે. ધીરુભાઈ પરીખ, શ્રીમનહર પ્રસાદ ભાવસાર (કવિકલાથી) ડે. અમીત શૈદ્ય, ડે. રતિલાલ બૈઘ, શ્રી રસિકકુમાર રાહી, વાડીલાલ બા દેસાઈ, તેમજ એડવોકેટ શ્રીનગીનભાઈ વકીલ વિગેરે એ સ્વર્ગસ્થના સંસ્મરણો તાજાં કરી સ્વર્ગસ્થને આત્મા આ ટાણે અણમેલ આનંદ અનુભવતે હશે, એવી અભિસા અભિવ્યક્ત કરેલી. અંતમાં પ્રમુખ સ્થાનેથી ડે. હરિભાઈ ગૌદાનીએ સ્વર્ગસ્થના સંશોધન ગ્રંથને બિરદાવી પોતાના પ્રમુખસ્થાને થતાં તેના પ્રગટીકરણના પ્રસંગને હદયના પ્રાદુર્ભાવથી અભિભૂત કર્યું હતું. ત્યારબાદ ગ્રંથનું વિમોચન કરનાર પ. પૂ. આ. કંચનસાગરસૂરિ મહારાજે આશીર્વાદ પ્રવચન આપ્યું હતું. અંતમાં આભાર વિધિ શ્રીઅભયદેવ સૂરિશ્વર જ્ઞાન ભંડારના પૌઠ માસ્તરૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને ઉદ્દઘાષણ શ્રીનિરૂપમભાઈ પરીખે કરેલ. કાર્યક્રમ સમાપન બાદ ભેજન લેવાયા પછી, કવિ કલાથી સાથે છે. હરિભાઈ ગૌદાની, ડે. રસેશ જમીનદાર, પ્રો. રમણલાલ નાગરજી મહેતા, તેમજ બાલ લેખક શ્રીશિવમ્ સુન્દરમ કચેરીના પટાંગણમાં આવેલ લાડલી બીબી તેમજ બાદશાહની દરગાહની મુલાકાત લઈ, તેમના દિદારના દર્શન કરી કચેરીના દરવાજાના તરંગની ફેટેગ્રાફી કરી હતી. ત્યારબાદ ત્રિવેણી પાર્ક પાસેના પુરાતત્વ કાળમાં ગળાતા લેખંડની ભટ્રીઓના ટેકરાઓની મુલાકાત લઈ, જરૂરી લેખંડના માટી મિશ્રિત ગચિયાં એકઠાં કરી સંશોધન માટે લઈ ગયેલ. આ કાર્યક્રમમાં મૂગી સેવા રૂપ મૂક સેવકે પકી શ્રીમલસૂદન ત્રિવેદી તેમજ શ્રી દિનેશ પરીખે આદિ અંત આધઃ હાજરી આપી હતી.
–કવિરાજેન્દ્ર શાહ