SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ અગીયારમું જોવા લાયક સ્થળે આપનું કપડવણજ જુના નવાં નયન રમ્ય મકાનેથી સામાન્ય રીતે તેની ગૌરવગાથા કહેતું શોભી રહેલ છે. ઐતિહાસિક સમયની મીઠી યાદ ઉજજવલતા, પ્રાચીન પ્રતિમાઓ ભવ્ય મંદિરે, જીનાલયે, મરજીદો, અને કિલ્લાઓના અવશેષો ગેની કથાઓ કહે છે, અને કહેશે. ઈતિહાસના વિદ્યાર્થીઓને અને આ ધરતીના ધાવણ ધાવનાર જીવોને અમર કહાની ભવોભવ કહેશે. કર્પટવાણિજ્ય” સંસ્કૃતમય ભાષામાં શોભતા શુભ નામવાળું કપડવણજ-કપડવંજ તેના અવશેની યાદી આપણને આપે છે. કેવું હશે એ બાવન જિનાલય ? કર્પટવાણિજ્યના કદી શ્રેષ્ઠીએ કેટલું એ ધન ખચી ધર્મધ્વજા એ જીનાલય પર ફરકાવી હશે ? સમયના કુર કાળ ચોઘડીએ ધમધતાના પાપે એ પુણ્ય સ્થળને નાશ થયે. આ નગરનાં અવશેષે તેની પ્રાચિનતાની મીઠી યાદ રૂપે ઉભાં છે. રામાયણ યુગની કથા આલેખતાં તપાવન સમુ મહામુનિ જાબાલ (સત્યકામ) ઋષિની પ્રેરણાભૂમિ, જ્યાં પવિત્ર વેત્રવતીનાં અખંડ વહેણ ચાલુ છે, તે ભગવાન ઉત્કંઠેશ્વરનું પવિત્ર ધામ દર્શનાતર માટે, સાધકે માટે, આજે સર્વેને લેહ ચુંબકની માફક તેની તરફ ખેંચે છે. ભારતનાં સ્વયંતિ લિંગમાં જેની ગણના છે, તે લિંગના દર્શન માટે દુધ ધારા કરી જુઓ. કયાંય પણ દુધ જાય છે તેનો હજુ સુધી કોઈનેય પણ ખ્યાલ નથી આવતો. (વાંચો ઉત્કંઠેશ્વર) ભગવાન કૃષ્ણચંદ્રના સમયને પ્રકાશ મેળવનાર, આ તાલુકામાં કાશ્મીર સમું નૈસગિક ધામ શ્રીકેદારેશ્વરનું લિંગ હાલમાં પ્રાચીન સમયથી લિંગનું પક્ષાલન કરતું જળ શેભાને ચીરંજીવી રાખી રહેલ છે. (વાં કેદારેશ્વર...) ટાંકલાની ડુંગરી જયાંથી પહેલાં મેંગેનીઝ ધાતુ પત્થર સાથે ભળેલી નિકળતી. ર માટે નડિયાદ કપડવણજ રેલવેના પાટા ત્યાં સુધી જોડાયેલ, તે ટાંકલાની ડુંગરીમાંના કુવામાંથી નીકળેલ પ્રતિમાઓ તેની પ્રાચીનતાની યાદ આપે છે. -: ઉમા મહેશ - ગામે ગામ અને શહેરે શહેરે મહાદેવના દહેરાં હોય છે, કેઈપણ ગામ મહાદેવના મંદિર વગરનું આ ભારત દેશમાં પ્રાચે નહીં હોય, ત્યાં આ મહાદેવના દહેરામાં લિંગરૂપે શંકર અને ગોખમાં મહાશક્તિ માતારૂપે પાર્વતીનાં દર્શન થાય છે. આ ઉમા-મહેશ પ્રત્યેક નવા લગ્ન કરનાર પતિ પત્નિનાં આદર્શરૂપે છે અને એમના આશીર્વાદથી આપણું
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy