________________
૧૯૦
કપડવણજની ગૌરવ ગાથા
ના ન પાડી શકે. તે સમયને પત્થર પણ આજે તેની સાક્ષી રુપ ધરતીના પેટાળમાંથી મળી શકે છે. હુમાયુના સમયમાં ફરજશાહ નામના કેઈ સુબાના સમયમાં આ મજીદ બંધાઈ હોય તેમ કહેવાય છે. વર્ષો પછી આ મજીદ વેરાન બનેલી. એ સમયમાં એક પંજાબના વતની બાબા સાંઈ તૈમુરઅલી આ સ્થળે ધુણી ધખાવી બેઠા અને તેમણે કેટલેક સુધારો કર્યો આ મજીદને આબાદ કરી. આ પંજાબી બાબા તૈમુરઅલી સાંઈની દરગાહ માજીદની બહાર છે. આ મજીદ તદ્દન પડી જવાની તૈયારીમાં થઈ ત્યારે ઈ. સ. ૧૯૬૦ લગભગમાં ઘાંચી જમાતના આગેવાન હાજી આદમભાઈ મહમદભાઈ તથા શહેર કાજી બદરુદ્દીન તથા મુસ્લીમ બિરાદરેએ સારે ફાળે એકત્ર કરી આ મજીદ નવેસરથી બાંધી. (જુઓ ચિત્ર નં. ૧૦૦)
જુમ્મા મરજીદ (શાહ મજીદ)- કપડવણજમાં મુસ્લીમ (સુન્ની) ભાઈઓની મછમાં એક આ વિશાળ મજીદ છે. તેને ચાર ઝુમ્મર સ્તંભે અને ૨૬૭૯ ચિ. વારમાં સમાયેલ આ મરજીદ છે. તેની અંદર પ્રવેશ્યા બાદ જેમાં પ્રથમ એક સુંદર હોજ ૫૦માપને છે. જ્યાં દરેક નમાજી મુસ્લીમભાઈ વજુ કરીને હાથ, પગ, મેં ઘેઈને) નમાઝ પઢે છે.
જ્યાં પાણી સંગ્રહ થાય છે, તે હેજ કહેવાય છે. આ મરજીદના જે ઘુમ્મટે હાલ હયાત છે, તે ઘુમ્મટની કારીગરી (સ્થાપત્ય) જે છે તે જૈન હિંદુ મંદીરના સ્થાપત્યને મળતું છે. (જુઓ ચિત્ર નં. ૧૫,૧૬,૧૭)
મજીદના થાંભલા બધા જ ધૂળેલા હોવાથી અને મચ્છદ પણ ધળાયેલ હેવાથી પત્થરની જાત પરથી સ્થાપત્યને સમય પારખી શકાય તેમ નથી, છતાં જે અરબી ભાષામાં લખાયેલ લેખ છે, તે આધારે આ મરજીદ ૬૩૦ વર્ષ પુરાણું છે. આ મજીદ અને અમલી મરજીદ સમકાલીન છે. હુમાયુ બાદશાહના સુબા ફિરોજશાહના હાથે બંધાયેલ છે. (હાલના સમયે અમલી મરજીદ પણ જૂના સ્થાપત્યની રેખા બતાવતી નથી.) છતાં એ સ્થાપત્ય પરથી સિદ્ધ છે કે એ પ્રાચીન દેવળ છે. (તેની બે બાજુના સ્તંભની કતરણી હિંદુ સ્થાપત્ય બતાવે છે.) આની ઉપરને અરબી ભાષામાં લખાયેલ લેખનું ગુજરાતી ભાષાન્તર આ છે
જમા મજીદને લેખ-હુમાયુના જમાનામાં (સલ્તનતમાં) ફીરોજશાહના જમાનામાં ખુદાના ફજલથી (કૃપાથી) આ મકાન હંમેશા માટે કામ કર્યું. ઝફરખાન મેટાએ ખુદાની પ્રેરણાથી આ મકાનને બંદગી કરવા માટે કાયમ કર્યું". હીજરી સન ૭૭ માં આ મજીદ બની. આશા પૂર્ણ બની. સંવત ૧૪૦૯ (જુઓ ચિત્ર નં. ૧૮)
મજીદનું સંપૂર્ણ વર્ણન-આ મજીદ વર્ષો સુધી જર્જરીત રહી હતી. તેને શહેર કાજી બદરુદ્દીન દાદામીંયાના ઉસ્તાદ મેલવી સાહેબ અબ્દુલ રહેમાન (ગેધરાવાળા)એ