SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ કપડવણજની ગૌરવ ગાથા ઉપાશ્રય ઢાકવાડીમાં પંચને ઉપાશ્રય – પૂર્વકાલમાં અંદર લાકડાને આ ઘણે જીર્ણ ઉપાશ્રય હતું, જેની અંદર રહીને સકલચંદજી મહારાજે સતરભેદી અને એકવીસ પ્રકારી પૂજાએ કાલે સંગમ રચી. પ્રસંગ એવો બની ગયો કે આ ઉપાશ્રયની પાછળ કુંભારવાડે આવેલ છે. એટલે કારિગમાં અભિગ્રહ રાખ્યો કે ગધેડું ભૂકે ત્યારે કાયોત્સર્ગ પારો, પણ કુંભાર ગધેડાઓને બહાર લઈ ગયો હોવાથી સમય વિતે ચાલે, તેથી એમણે કારિગમાં રહીને ઉપરની બન્ને પૂજાઓ રચી પૂજાઓની અંદર પૂજાઓને મહિમા જેવો ગાય છે, તે સંગીતકારનું દીવ લાવે તેવી રગેની સુરાવલી ગઠવેલી છે. પેઢી - અહીં શેઠ પાનાચંદ વૃજલાલની ધાર્મિક દ્રસ્ટની પેઢી ચાલતી હતી તે હાલમાં બહાર લઈ જવાઈ છે. (જુએ ચિત્ર નં. ૫) નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજ - શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજ કપડવણજમાં સ્વર્ગવાસ થયા એ વગેરે અધિકાર આગલા પ્રકરણમાં આવી ગયેલ છે, પણ પંચના ઉપાશ્રયમાં તેમનાં પગલાંની દેરી છે. (જુઓ ચિત્ર નં ૯૬) તેની બીજી દિશામાં મણિભદ્રની દેરી પણ છે. આ જુના ઉપાશ્રયને જીર્ણોદ્ધાર ગાંધી પાનાચંદ લીંબાભાઈની પ્રેરણાથી અને કુનેહથી સારી રીતે થયેલ છે. ઉપાશ્રયનું ચિત્ર આગળ આવી ગયેલ છે. માણેક શેઠાણુને શ્રાવિકા ઉપાશ્રય - શ્રી શાંતિનાથ ભગવાન અને શ્રી આદીશ્વર ભગવાનના મંદિરની જેડીમાં આ ઉપાશ્રય આવેલ છે. જેનું ચિત્ર આગળ આવી ગયું છે. વર્તમાનમાં પણ જેને જીર્ણોદ્ધાર થયેલ છે. આમાં સાધ્વીજી મહારાજ ઉતરે છે અને શ્રાવિકાઓ ધાર્મિક ક્રિયાઓ કરે છે. (પ્રસંગોપાત) માણેક શેઠાણીએ શ્રીશેત્રુજ્ય ગીરીરાજ ઉપર વિમલવશમાં દિગમ્બરના દહેરાસરની બાજુમાં ભવ્ય અને મહર દહેરાસર બંધાવ્યું છે અને એમનાં આજદિન સુધી અનેક ટ્રસ્ટો ચાલે છે. સદાવ્રત આદિ પણ ચાલે છે. શેઠ શ્રી પીઠાભાઈ ગુલાલચંદને ઉપાશ્રય :- આ ઉપાશ્રય મીઠાભાઈ શેઠની ખડકીમાં દરવાજામાં પેસતાં સામે આવેલ છે. શેઠ હરજીવનભાઈને સુપુત્ર ગુલાલચંદભાઈના પુત્ર મીઠાભાઈને સુપત્ની કુંવરબાઈના સુપુત્ર સ્વ. કરમચંદભાઈના સુપત્ની જડાવબાઈ તથા શીવબાઈ. તે બે કરમચંદભાઈની સુપત્નીઓએ પિતાના શ્વસુર મીઠાભાઈના નામે સખાવતે કરી ટ્રસ્ટ કર્યું. તેમને પોતાના દરબારી રહેઠાણના નિવાસને શેઠશ્રીના નામે સંવેગી ઉપાશ્રય કર્યો, આનું ચિત્ર આગળ આપેલ છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy