________________
કપડવણુજની ગૌરવ ગાથા
પ્રખ્યાત ઉદ્યોગપતિ દાનવીર શેઠ શ્રીઅરવિંદભાઈ મફતલાલના શુભહસ્તે કરવામાં આવ્યુ હતુ, શ્રીજાખીરભાઈ તથા પૂજ્ય જડાવખાના તૈલચિત્રની વિધિ થઈ હતી. શ્રીઅરવિંદભાઈ તથા અ.સૌ. હુસેનામાઈના ચિત્રનું ઉદ્ઘાટન લેડી શ્રીકુસુમબેને કરેલ. જ્યારે બીજા લત્તામાં ‘મુગુટ ખાલમંદિર' પણ ચાલુ છે.
કેળવણી મંડળે એક કિશોર મ ંદિર પણ શરુ કરેલ પણ તે ખેડા જીલ્લા શાળા મંડળને સુપ્રત કરેલ છે.
૧૨૪
કેળવણી મંડળે સાચે જ ખાલ મંદિર, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ કેલેજ કેળવણી સુધીનું કાર્ય સફળતા પૂર્ણાંક તડકા છાંયા સાથે પરિપૂર્ણ કરેલ છે.
બાલમંદિર : શ્રી જમનાદાસ છે. બ્રહ્મક્ષત્રીના દીકરી ચા. શ્રી બહેને પોતાની ભાવનાથી એક શિશુ મંદિર કસારવાડાના ચકલે વૈદ્યની ખડકીમાં શરુ કરેલ.
હરિજન શાળા : એક રિજન શાળા, મશીનરી(ખ્રિસ્તી સંપ્રદાય)ના આશ્રયે એક શાળા અતિસરીયા દરવાજા બહારના હરીજન વાસમાં ચાલુ કરી હતી. ત્યાં એક હરિજન શિક્ષકભાઈ સોમાભાઈ નામના (જેમને કુમારશાળામાં એક સમયમાં બહાર બેસીને અભ્યાસ કરેલ.) સામાભાઇના પ્રયાસથી જ આ શાળા શરુ થયેલ.
રાષ્ટ્રીય શાળા : ઈ. સ. ૧૯૨૧ ના યુગમાં રાષ્ટ્રપિતાના પ્રતાપે દેશના દરેક ખુણે ખૂણે રાષ્ટ્ર સેવકો તૈયાર થએલા. જેમાં પૂજય હરિભાઇ દેસાઈનું સ્થાન પ્રથમ હતું. પૂ. બાપુના તેઓશ્રી મદદનીશ મંત્રી તરીકે રહેલા. તેમના પ્રયાસથી પૂ. બાપુ ૧૯૨૧ ના મે માસમાં કપડવણજ પધારેલા. કપડવણજમાં રાષ્ટ્રિય શાળા શરુ થઈ. તેમાં કપડવણુજના ડો. કેશવલાલ ઢોલતરામ ત્રિવેદીના સુપુત્ર શ્રીસારાભાઇ અને ખહારગામના શિક્ષકેામાં શ્રીસલાડકર અને શ્રીભડસાવળે તથા અન્ય સજ્જનાના સહકાર હતા. પ્રથમ ગાંધી જ્યંતિ ઉજવવાની શરુઆત કરી. લડતના જુવાલ મંદ થયા. શાળા પણ બંધ થઈ, પણ સંસ્કારનું ખીજ પાયુ. જેના ફળ આજ પ્રજા ચાખે છે.
માધ્યમિક શાળા : (મ્યુ. હાઇસ્કૂલ) તા. ૫-૧૧-૧૮૭ર ના શુભ દિવસે આ શાળાની શરુઆત થઈ. થોડાક સમય ખાદ વિદ્યાર્થી આ ઓછા થવાથી આ શાળાને રાત્રિશાળાના રુપમાં ફેરવી. ઈ. સ. ૧૯૮૨ મા તેને પુનઃજીવન મહ્યુ. ત્યારથી તે સાચી રીતે કપડવણજનું વિદ્યા મંદિર બન્યું.
શાળાની શરૂઆત ઘણી જ અગવડો સાથે શરૂ કરી, પણ તેને સક્રિય અને સફળ અનાવવામાં, વતનના લાડીલાઓના ઘણાજ ઉમદા ફાળે છે. શરૂઆતમાં શ્રીમાણેકબાઈ રોઠાણીની ધમ શાળામાં શ્રીલલ્લુભાઈ ખેમચંદભાઇના મકાનમાં, શ્રીભોગીલાલ કેવળદાસ ઢેસાઈના