SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ કપડવણજની ગારવ ગાથા કેળવણીના પ્રખર હિમાયતી સ્વ. શ્રીવાડીલાલભાઈએ તેમના પુજ્ય માતૃશ્રી ગજરાબાની પુણ્ય સ્મૃતિમાં “ગુજરાત મહિલા વિદ્યાલયનું મેટા દાનથી સુંદર આલીશાન મકાન કપડવણજ મંડળને ભેટ આપ્યું. તેઓશ્રીએ એક “ગજરાબાઈ મહિલા ટ્રસ્ટ” પણ કેળવણી મંડળને સેપ્યું છે. જેમાંથી બહેનોને સીવણ અંગેનું કપડવણજ ભગિની સેવા સમાજ દ્વારા જ્ઞાન અપાય છે. સરકાર તરફથી વિવિધલક્ષી તાલીમ યોજના દાખલ થતાં ગૃહવિજ્ઞાને વિષય શ્રીચ. નં. વિદ્યાલયમાં દાખલ કરાયે. શ્રીવાડીલાલ મનસુખરામ પારેખ, જન્મ-ઇ.સ. ૧૩-૧૧-૧૮૮૭ સવંત ૧૯૪૪ ના કાર્તિક વદ : દહેત્સર્ગ-ઈ.સ. ૯-૧-૧૯૬૧ સંવત ૨૦૧૭ના પિષવદ ૭ જેમનું હૃદય જનકલ્યાણ માટે સદાય આદ્ર રહેતું. જેમણે લોકહીતના કાર્યોમાં પિતાના તન, મન અને ધનને વિવિધ સમદષ્ટીને ઉદાર હાથે સદુપયોગ કર્યો હતે. જેમણે સંસ્કાર અને કેળવણી મંડળની પ્રવૃત્તિને આરંભથી, સમજ્યા, સત્કારી અને પિવી. મંડળનું અધ્યક્ષપદ સ્વીકારી તેને ગૌરવ આપ્યું. જેમને સ્ત્રી કેળવણી માટે ઉત્સાહ અને પ્રેમ “શ્રીગજરાબાઈ મહિલા વિદ્યાલયની સ્થાપનામાં મૂર્તિમંત થયું છે. તે સૌજન્યશીલ કપડવણજના નાગરિક સંતને પ્રેમપૂર્વક અંજલિ અપ, કેળવણી મંડળ કૃતાર્થ થાય છે. (તેઓ શ્રીવાડીલાલ સંતના નામે જ ઓળખાતા.) ગજરાબાઈ મહિલા વિદ્યાલયનું આલીશાન મકાન બહેનની ઉન્નતિ માટે વિદ્યા અને સંસ્કારનું ધામ બની રહેલ છે. - આ મકાનનું ખાતમુહૂર્ત કપડવણજના ચાણક્ય સુપતિ શ્રી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીના શુભહસ્તે ૧૫૭માં કરવામાં આવેલ. અને ઉદ્દઘાટન ગુજરાતના વિદુષી કેળવણીકાર શ્રીમતી હંસાબેન મહેતાના શુભહસ્તે ૧૯૬રમાં કરવામાં આવેલ. આ ઉદ્દઘાટનને શુભ દિવસ મુ. શ્રીવાડીલાલભાઈને જેવાને સાંપડ્યું નહિ. કેળવણી મંડળે તેમની પ્રત્યેના સ્નેહ અને આદર વ્યક્ત કરવા પ્રવેશદ્વાર સામે જ સદ્ગતની આરસની પ્રતિમાં મૂકીને તેમનું ઋણ અદા કરેલ છે. . કપડવણજના સખી ગૃહસ્થ શેઠ શ્રી કીકાભાઈ ચાંદુભાઈ કાનમવાળા તરફથી ઘણું મોટી સારી રકમ આ સંસ્થાને દાનમાં મળેલ છે. સખી ગૃહસ્થનું દાન અને પ્રજાને પ્રેમ, વળી પસીનાનુ ભવ્યપ્રતીક આ શાળા આજે પણ આપણે સ્ટેશન રોડ પર જતાં જોઈ શકીએ છીએ. આ સંસ્થાને છેલ્લા કેટલાય વર્ષથી તેની ઉન્નતિ માટે સફળ સંચાલન કરનાર શ્રીઅલી અહમદ સાહેબને કઈ જ ભુલે તેમ નથી. આ તેમના પ્રેરણા અને પુરુષાર્થનું ફળ છે. ' . નદી જે નગીના મસ્જિદમાં એક મદ્રેસા ચાલે છે. તેનું સંચાલન શેઠ ફીફાઈ ચાંદા મસા અંજુમને ઈસ્લામ કપડવણજ કરે છે,
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy