SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કપડવણજની ગૌરવ ગાથા અમુક ભણતર એક રુપિયે, હસતે મુખ આગળ કરતાં ! છોકરાં માંગે છુટ્ટી, મહેતાછ માંગે પાઘડી. (ગુજરાત શાળા પત્ર ઈ.સ. ૧૮૭૮ મે માસના અંકમાંથી) દરરેજ ભણવા જતાં અવેત લઈ જવાનું. તથા મહિનાની ચાર રજાઓ. ૧૧ સુ. ૧૧ વદ તથા સુ. ૧૫ તથા વદ ૩૦. આ ચાર દિવસ વિદ્યાથીને ઘેર જતાં અને ગુરુ તરીકે બ્રાહ્મણ તરીકે પાકું સીધું લઈ જતા. પૈસે ૧ દક્ષિણ આપતા. શ્રીમંત, પટેલ અને વણિક વિદ્યાર્થીઓ તરફથી સીધુ મળતું. પટેલ તથા કાછીઆ તરફથી શાકભાજી મળતાં. જેની તીખો મળી છે તે આ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ તા. ૧-૧૧-૧૮૩૦ હાલ જ્યાં કાપડ બજાર છે ત્યાં કઠાની મસ્જિદ અને જનરલ નેટીવ લાયબ્રેરીની સામે આ શાળાનું મકાન પ્રથમ કપડવણજ નગરપાલિકાનું હતું. તેની પાછીથી હરાજી થતાં શ્રીઓચ્છવલાલ દામેરદાસ વકીલે વેચાણ લીધું. ત્યાં આ શાળા બેસતી અને તે સમયે ગોકલા બાપાવાળી શાળાના નામે ઓળખાતી. અહીંથી શિક્ષણની શરૂઆત થઈ. ઈ. સ. ૧–૧૦–૧૮૬૫ માં શેઠવાડાની પાડોશમાં બ્રાન્ચ સ્કૂલની શરૂઆત થઈ. ઈ. સ. ૫–૧–૧૮૮૭ કાપડબજારમાં પ્રાથમિક શાળાની પડોશમાં કન્યા શાળાની સ્થાપના થઈ. ઈ. સ. ૧-૧૦-૧૮૮૦ સૈયદવાડામાં ઉશાળાની સ્થાપના થઈ. ઉપરોક્ત શાળાઓના ફળરૂપે હાલમાં ચાલતી શાળાઓ છે. મુખ્ય શાળા : શાળાની સ્થાપના તા. ૧૮-૮-૧૮૮૬માં થઈ. આ શાળા શરૂઆતમાં કપડવણજના લોકલાડીલા ધર્મપ્રિય નગરશેઠ શ્રી મણીભાઈ શામળભાઈના પટેલવાડાના નાકે આવેલા મેટા મકાનમાં (મેડાબંધી ડેલામાં) મેડા પર બેસતી. હાલમાં કુમાર શાળા તા. ૧-૧૧-૧૮૬૧ પિતાના સ્વતંત્ર ભવ્ય મકાનમાં બેસે છે. જેના ૨૦ મ છે. મેદાન તથા બાગબગીચાઓ બનાવેલ છે. જે ૬૪૯૨ ચે. વારના ક્ષેત્રફળમાં સરખલિયા દરવાજા બહાર સખીદાસના કૂવા તથા ડોઝવા કૂવાના વચ્ચે પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ જાહેર રસ્તા પર સમાયેલ છે. બ્રાન્ચશાળા: મુખ્યશાળાની શાખા હાલમાં છે. એક શાળા અંધારીયા વડ પાસેના મકાનમાં બેસતી હતી. (અહીં પહેલાં ઘણું જ મટે વડ હતું, એની વિશાળતાના લીધે
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy