________________
આનંદની અનુભૂતિ સર્જનહારે સૃષ્ટિની રચના કરી. એમાંય તપોભૂમિ ભારતને તપવડે તામ્રવર્ગીય ને સિદ્ધિ વડે સ્વર્ગ મય બનાવી. સૃષ્ટિમાં માનવ કુલને પ્રકૃતિને ગોદે ખેલતાં, રમતાં રાચતાં નૂતન રચના રચતા અને આકારો ઉપજાવવા માટે બુદ્ધિ-બળ આપ્યાં, અંતરમાં અમી આપ્યું. ધરતીના અણુઅણુમાં ચેતન આપ્યું. હિમગીરીની શીતળતા અને જવાળામુખીની ઉષ્ણુતા આપી. ગિરિમાળાઓ સજી અને ઊંડી ખાઈઓની રચના કરી, રાત્રિને નીરવ અંધકાર અને સૂર્યને વૈભવ લક્ષ્ય. અને આ જેતા, વિચારો, સમજતે માનવબાળ, એક પછી એક ક્રમમાં, સંકળાતે, રચના રચતો, વિકાસ ભણી આગળ ને આગળ ધપતે ગયે. એણે નાની ગુફાથી માંડી મોટાં મહાલયો રચ્યાં. પથ્થરના ખામિયાથી દેવપ્રાસાદને આકાર આપ્યો. ધરતીમાંથી ધાન્ય સાથે કપાસને પણ ઉગાડી, તેનું ફળ લઈ જાતજાતનાં વો વણ્યાં.
આપણી પાવનકારી ભૂમિને કપડવાણિજ્ય પ્રાગૂ ઐતિહાસિક નામથી ઉબરદાવવામાં આવી.
ખળખળ વહેતાં ઝરણાં સમું નિર્દોષ બાળકના જેવું હતું, મહોર નદીના ઊંચા ટેકરા પર આરૂઢ થયેલ અર્વાચીન કપડવણજ વહેલી પરોઢની ઉષા એની કંકુવર્ણ પગલી પાડતી વિહરતી હોય છે, કેઈ બ્રાહ્મણ મૂર્તિ વહેલી સવારે પદ્માસન વાળીને “ગાયત્રી મંત્ર જપતે હોય કે પછી વહેલી સવારે “મે અરિહંતાણું' જપતાં કે શ્રાવક વણિક પૂજામાં વસ્ત્રો ધારણ કરીને હાથમાં ફૂલ છાબ અને અક્ષતની થાળી લઈને પૂજાની જાણે તૈયારી કરતા હોય તેવું કયારેક લાગે છે ! તે કયારેક શ્રી ગોકુલનાથજીના વહેલી પરેઠે મંગળનાં દર્શને ઉતાવળા ઉતાવળા જતા કેઈ વિષ્ણવ જેવું દીસે છે !
આવી અનેક કલ્પનાઓ આવી ગઈ. મારી નજરે મહાર નદીનાં બાઉર મંદ મંદ મલકાતાં ચાલ્યાં. મેં મારી ગરદન ફેરવી. નગર તરફ ચૂંઠ ફેરવી તે લીલાં લીલાં ખેતરે, પવનના આવા સ્પર્શ સ્પંદનથી રમતાં સૌ ખેતરો હસી ઊઠ્યાં, વૃક્ષ પર એક નાનકડું બુલબુલ પક્ષી કંઈ ગાઈને અદશ્ય થઈ ગયું. પણ એ અવાજમાં એક આકાર પ્રગટતે હોય એમ લાગ્યું. “જાબુ-જાંબુ એમ એ બુલબુલ ઇતિહાસની તવારીખ ટાંકી ગયું. જાંબુના વિશાળ વૃક્ષને લીધે પહેલાં આ “જાંબુ” નદી તરીકે ઓળખાતી, જે હાલ મહવર કે મહીના શુભ નામથી ઓળખાય છે. જાબુ વૃક્ષની ઝાડીમાંથી વહેણ બદલ્યું. માનવીઓએ એ જુના સ્થળને-કે જે રાહના આરાના નામે ઓળખાતા સ્થળને-છેડીને સ્થળાંતર કર્યું. જૂનું વતન દૂર થયું, નવું નગર રચાઈ ગયું. જેમાં આપણે રાચીએ