SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કપડવણજની ગૌરવ ગાયા ક્ષેત્રફળ ૨૦૬૨૮/ર૦૬૦૦ ચો. ફુટ. નીલકંઠ મહાદેવવાળી ધશાળા: સરકારી મુસાફરી બંગલે ગામની પશ્ચિમ તરફ નદી દરવાજાની બહાર સામે જ સુંદર મકાને (ક્વાટર્સ), પાણી, વિશાળ જમીનવાળે મુસાફરી બંગલે છે. સરકારી અમલદારે જ આ સ્થળે પિતાને મુકામ રાખે છે. મુસ્લીમ મુસાફરો માટે: કઈ ખાસ પ્રબંધ નથી, છતાં તેમના કેટલાક સ્થળોએ તેઓ ઉતરે છે. વળી કેટલાક ફકીરે જેવા મુસાફરે જ્યાં ફકીરને (તક) હોય છે ત્યાં મુકામ કરે છે. વહોરા બિરાદરનું યતીમખાન કચ્છ કડવા પાટીદાર વાડીઃ કપડવણજ શહેરને પાણી પુરુ પાડનાર ટાંકીઓની પડેશમાં સુંદર વ્યવસ્થાઓ સાથેની એક સુંદર વાડી કચ્છી ભાઈઓએ બંધાવી છે. ' શ્રીપથીકાશ્રમ : હમણાં જ કાપડ બજારની શરૂઆતમાં એક પથિકાશ્રમ બાંધવામાં આવેલ છે. તે ફક્ત જૈન ભાઈઓ (મુસાફરે) માટે જ છે. અમરધામ હિન્દુઓઃ આ સંગમ સ્થાનને પવિત્ર માનતા આવેલ છે. લેકમાતા (નદીઓ હંમેશાં પવિત્ર છે. કપડવણજના સંગમ સ્થાને પૂલની પૂર્વ દિશાએ હિન્દુઓનાં શબ બાળવામાં આવે છે. શબની રાખ–અસ્થિ પણ કેટલાક અહીં જ પધરાવી દે છે. ચોમાસમાં શબને ખુલ્લામાં ચિતા પર સુવાડવાં, તે કરતાં ચિતા બુઝાય નહીં, શબને આંચ આવે નહીં, નદીમાં પુર આવે , આવી પડનાર આફતોથી બચવા માટે સામે ટેકરી પર (ઉંચાણ પર એક પતરાનું છાપરું બાંધેલ છે. ત્યાં પાસે એક નાનકડી ધર્મશાળા ફક્ત ડાઘુઓની રાહત માટે બાંધેલી છે. (બંધાવનાર પુણ્યાત્માનું નામ જાણવામાં આવ્યું નથી.) આ સ્થળે ત્રણ સમાધિ સ્થાને છે. ૧. ભુધરભાઈ ધનેશ્વરઃ રાજેશ્રી ભુપભાઈ ધનેશ્વર ચતુર્વેદીને જન્મ સંવત ૧૨૯ ભાદરવા સુદ ૧૧ ને મંગળવાર સ્મશાનની (ડાઘુઓને બેસવાની) ધર્મશાળા. (જુઓ ચિત્ર નં. ૪૯). ૨. રાજગાદીઃ મેટા રામજી મંદિરના મહંત શ્રીમદાસજીની સમાધેિ છે. વિ.સં. ૨૦૧૮ ના. મા વદ ૧૩ ને ગુરૂવાર ૩. કબીર સંપ્રદાયના મહંત : શ્રીકબીરપંથી મહારાજ જગનદાસ પરસુરામનું સ્થાન. સંવત ૧૯૪૯ ના કારતક વદ ૧૪ ને શનિવાર. (જુઓ ચિત્ર નં. ૫).
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy