________________
ગૌરવ ધાર્મિકસ્થળે
શંકર અને ગેખમાં મહાશક્તિ માતારૂપે પાર્વતીનાં દર્શન થાય છે. આ ઉમા મહેશ પ્રત્યેક નવા લગ્ન કરનાર પતિ-પત્નીના આદર્શરૂપે છે, અને એમના આશીર્વાદથી આપણુ દાંપત્ય જીવન પણ ભર્યું ભર્યું રહે એવી ઉમેદ સાથે પ્રત્યેક નર અને નારી જીવે છે. પ્રેમભર્યા, આનંદભર્યા, ભક્તિભર્યા અને શ્રદ્ધાભર્યા જીવન આવાં હોય છે.
આ કલ્પનાનું સર્જન નથી, આ ભાવનાનું સર્જન છે. આ મહાશક્તિનું જગત ઉપર શાસન ચલાવે છે, અને આ સર્વશક્તિમાન વિભૂતિ સર્વત્ર અસ્તિત્વમાં છે. નિર્મળ પ્રેમી હૃદયેમાં એમનાં દર્શન થાય છે.
આચાર્ય વિનોબાભાવે : તીર્થોની પવિત્રતાનું આ એકજ કારણ નથી બની રેહતું કે ત્યાં પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ નિવાસ કરતા હતા, એ તીર્થોનું મહત્વ એટલા માટે છે કે, આજે પણ ત્યાં એવા ભાગ્યવાન મહાત્માઓ વસે છે. જેમની પાસેથી લોકોને સન્માર્ગે ઉંચે જવા માટેનું માર્ગદર્શન મળી રહે છે. (રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન સર્વપલ્લી) .
દેવડુંગરી : વાત્રકના વહેતા પાણીની વચ્ચે કુદરતી નહીં પણ કારીગીરીના નમુનારૂપ છે. સીસાના પાયા કે કયી રીતે ચણેલી આ દેરી જળમાં અડીખમ ઊભી છે. દેવડુંગરી પર મહાદેવ અને દેવીની પ્રતિમા છે. (કેટલાક મહામુની જાબાલીના સમાધિસ્થાન તરીકે માને છે. પણ તે સત્ય હોય તેમ લાગતું નથી.) ચોમાસામાં વાત્રકના પાણી દેવડુંગરીને જ્યારે પક્ષાલ કરતાં જાય છે, ત્યારે નાવિકેને ત્યાં જવું ભારે પડે છે.
ગુજરાતનું નિસર્ગ રમણીય ધામ ઉત્કંઠેશ્વર :
કપડવણજથી સાત માઈલ દૂર વાઘજીપુર નામના નાના ગામડાની પાસે ભગવાન પિનાકિનનું કલાસધામ સમું ક્ષણભંગુરતાના શિક્ષાગુરૂરૂપ રેતાયુગની યશગાથા કહેતું કાશ્યપ ગંગાના પવિત્ર તટ પર એક ભવ્ય પુરાણ પ્રસિદ્ધ ઉત્કંઠેશ્વર ભગવાનનું શિવાલય છે.
શ્રાવણ માસમાં અહીં શ્રીહરી ઓમના ઉચ્ચારોથી હવા પવિત્ર બને છે. પુજામાં જતા આવતા ભક્તો-ભુદેવને જોતાં અને મંદિરમાં પ્રસરતી રુગવેદની રૂચાઓ ભાતની ભવ્ય સંસ્કૃતિને ખ્યાલ આપે છે. તીખી તેજધાર તલવાર કરતા પણ હરહર મહાદેવની જ્ય ઘેષણાથી ઉછળતી શ્રીહરીઓમના પવિત્ર ઉચ્ચારથી સંસ્કૃતિ સજીવ રાખનાર આ દેવપૂજા છે.