SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કપડવણજની ગૌરવ ગાથા થયું હતું અને સાંજે શેઠશ્રી રમણભાઈ પટેલે (બંસીઘર મિવ અમદાવાદ વાળાએ) દીપ પ્રગટાવેલ. આ આશ્રમના ભવ્ય મકાનમાં જ્ઞાનમંદિર, ગ્રંથાલય, ગૌશાળા, અતિથિગૃહ, સાધકગૃહ, કૂ અને સુંદર બાગ વિગેરે છે. આ આશ્રમમાં ભારતના વિદ્વાન પરમ પૂજ્યપાદ જગદ્ગુરુ શંકરાચાર્ય, શ્રીભારતી, કૃષ્ણતીર્થજી, મહારાજશ્રી પૂ. ત્રિલેકચંદ મહારાજના સંપર્કમાં આવેલા. આ સ્થળે વડોદરા શ્રેય સાધક આચાર્ય શ્રીનરસિંહાચાર્ય ભગવાન પણ રહેલા. ભક્ત સેવક સાધકે એ સમારંભ ગોઠવેલે. નર્મદાતટના નારેશ્વરવાળા પરમ પૂજ્ય પરમહંસ શ્રીરંગ અવધૂત મહારાજ પણ આ સ્થળે પધારેલા. તેઓશ્રીને મહર્ષિ જાબાલીના દર્શન થયાનું કહેવાય છે. શ્રી પૂ. સ્વયંતિ તીર્થજી મહારાજ, પૂ. સ્વામી માધવતીર્થજી મહારાજ, પૂ, શ્રી શાશ્વતાનંદજી, પૂ. આત્માનંદજી, પૂ. વિજ્ઞાનાનંદજી, પૂ. કેવલાનંદજી, પૂ. આનંદમયીમા, પૂજ્યપાદ નારાયણસ્વામી, પૂ. શ્રીહરિબુવામુની, શ્રીસંતબાલજી વગેરે અનેક સંત મહંતેએ આ સ્થાનને પાવન કરેલ છે. ગુજરાતના વિદ્વાને, સાક્ષરે, કવિઓએ પણ આ સ્થાનનાં દર્શન કરેલ છે. ઉપરોક્ત સંતેમાં સ્વામી શ્રીવિજ્ઞાનાનંદજી પોતે ડોકટર હેવાથી તેમના ત્યાંના વસવાટ દરમ્યાન હજારે દર્દીઓની ચિકિત્સા દવા અને સારવાર કરેલી. શેઠ શ્રી ચંદુલાલ માધવલાલ વાનપ્રસ્થાશ્રમ : વૃદ્ધાશ્રમ : (ઘરડાંઘર) વાનપ્રસ્થાશ્રમ : આ સ્થાપક શેઠશ્રી ભગુભાઈ ચંદુલાલ(અમદાવાદવાળા )ની જન્મ તારીખ ૧૬–૩–૧૯૦૯, સ્વર્ગવાસ તારીખ ૨૬-૮-૧૯૬૬. શેઠશ્રી ભગુભાઈ નાની ઉંમરથી જયારે જ્યારે આ સ્થળે ભગવાન ઉત્કંઠેશ્વરના દર્શને આવે ત્યારે ત્યારે વિચાર કરતા કે આ સ્થળે રહેવાનું હોય તે ? આ મનોવૃત્તિએ એક સમયે મહાદેવના સ્થળ વચ્ચેની ખાડાવાળી જમીન ઉપર કેટલે મેટે ખર્ચ કરી તેમના પિતાશ્રીના નામે સુંદર વિશાળ મકાને બંધાવી, સુંદર બાગ ઝૂ વગેરે તૈયાર કરી, સાધકોને રહેવા માટેના ઓરડાઓ, ભેજનશાળા, રડું વગેરે તૈયાર કરેલ છે. આ ભવ્ય કુટુંબના સંસ્કારી સુપુત્રો પિતાના કુળદેવતા તથા આશ્રમ તરફ હંમેશા તૈયાર રહે છે. શ્રીભગુભાઈ શેઠનામાં તેમના પિતાશ્રી શેઠશ્રી ચંદુલાલ તથા પૂ. માતૃશ્રી ભાગીરથી બહેનનાં સંપૂર્ણ ગુણે દીપાવેલા હતા અને તેમના પત્ની અ.સૌ. શારદાબેન કુટુંબની સારીએ સૌજન્ય મૂર્તિરૂપ હતાં. ગામે ગામ અને શહેરે શહેરે મહાદેવના દહેરાં હોય છે, કેઈપણ ગામ મહાદેવના મંદિર વગરનું આ ભારત દેશમાં નહિં હોય, ત્યાં આ મહાદેવના દહેરામાં લિંગરૂપે
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy