________________
પુસ્તક પ્રકાશન પ્રસંગે
જેના ઘરમાં સત્સાહિત્ય નથી, તે ઘર ઘર નથી, જંગલ છે. આજના યુગમાં માનવ, યંત્રોના સહારે જીવન જીવી રહ્યો છે. જીવજગત પ્રત્યે તેની લાગણી ભાવ વિલય પામ્યો છે, આધુનિક સાધનો તેને સગવડતા કે અનુકૂળતા આપવા સક્ષમ છે. પરંતુ સંતોષ, શાંતિ કે સમાધિ આપવામાં તે સક્ષમ નથી. પરિણામે માનવસંઘર્ષોની વચ્ચે જીવન જીવી રહ્યો છે. આવી દુઃષમ પરિસ્થિતિમાં સત્સંગ, સંતશ્રવણ અને સદ્વાંચન એ ત્રિસાધન માનવોને માટે આશીર્વાદ રૂપ બને છે. આ સાધન ત્રિપદી માનવને જડ જગતથી વિરક્ત બનાવી જીવજગત પ્રતિ સજાગ બનાવે છે. માનવને જીવન જીવવાની કળા શીખવે છે. માનવોને સદાચારી, આદર્શ અને પવિત્ર બનાવે છે. તેથી તે યુગમાં ભૌતિકતા અને વિલાસિતાના ચક્કરથી બચવા માટે આધ્યાત્મિક સાહિત્ય પ્રકાશન ખૂબ જ જરૂરી છે.
જૈન દર્શને જગતને અનુપમ, ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. શાયદ ! એટલી કોઈ દર્શને ભેટ આપી નથી, જૈનદર્શનનું તત્વજ્ઞાન એટલે કિંમતી રત્નોની ખાણ, અમૂલ્ય જ્ઞાનની ગંગોત્રી પરમાત્માએ પ્યોર અને પરફેકટ જ્ઞાનની પ્રાપ્તિ બાદ પીરસેલી પ્રસાદી ! અનુભવનું અમૃત ! હૃદયનું રસાયણ ! નમ્રતાનું નવનીત !
જૈન દર્શનના વિશાળ તત્ત્વમાંથી એક છે “નિતનિત પ્રશ્નોત્તરી, આગમ જ્ઞાન ગંગોત્રી” તેમાં આગમ જ્ઞાનનાં શ્રોત વહે છે. જીવનને આગમમય, આરાધનામય, સાધનામય બનાવવાની તેમાં મહાન પ્રેરણાની ઝલક મળે છે.
જૈન સિદ્ધાંતચાર્ય પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીએ “નિત નિત પ્રશ્નોત્તરી,