________________
૧૦
આગમ જ્ઞાન ગંગોત્રીમાં પ૫૦૦ અણમોલ પ્રશ્નોત્તરોનું સંશોધન કરીને જગતને આગમ પ્રત્યે આદરભાવ વધારવાનો અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તેથી વાચકોને ભૌતિક પદાર્થોનું વિપકર્ષણ કરાવી આત્મ જગતનું આકર્ષણ કરાવશે. જૈન તત્ત્વજ્ઞાન અને જિનભક્તિનો બોધ કરાવશે, તેનું વાંચન જ નહિ પરંતુ ચિંતન-મનન વાચકોને આત્મશક્તિનો પરિચય કરાવશે. તે શક્તિના સહારે માનવ સમર્થ બની પ્રસન્નતાપૂર્વક જીવન જીવી શકશે. તેવી ઉદાત્ત ભાવનાથી અમે આ શ્રુતસેવાનું કાર્ય કરી રહ્યા છીએ.
કેવો પુણ્યશાળી અને ભાગ્યશાળી ઘનશ્યામનગર સંઘ, ૧૯૮૮માં એનો જન્મ થયો ! અને ત્યારથી આ ભૂમિના સદ્ભાગ્યે નિરંતર પૂ. ગુરુદેવો તથા સતીવૃંદના ઉત્તરોત્તર સારા ચાતુર્માસો મળતા રહ્યા છે. તેમાં પ્રવચન પ્રભાવિકા, સાહિત્યરત્ન પ. પૂ. ડૉ. નીતાબાઈ સ્વામી, કોકિલકંઠી ચાંદનીબાઈ મ.સા. આદિ ઠાણાના ચાતુર્માસનો લાભ તથા અવાર-નવાર શેષકાળના લાભ મેળવવા આ સંઘ ભાગ્યશાળી બન્યો છે. નિયતિ અને નિસર્ગની મહાસતાએ જેમનું સર્જન જિનશાસનના ઉચ્ચત્તમ ઉત્કર્ષ માટે કર્યું એવા પ.પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામી, જેમનાં અનુપમ આદર્શોના શિલાલેખ અસંખ્ય આત્મપ્રદેશે આલેખાયેલ છે. એવા પ્રવર્તિની પૂ. મણીબાઈ સ્વામી, તથા જેમની અજગ્ન અનુગ્રહધારા અંતરે અહર્નિશ અનુભવાય એવા પૂ. જયાબાઈ સ્વામીના સુશિષ્યા બા.બ્ર. પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીએ તેઓશ્રીની વરસાવેલ કૃપા ધારાએ સાર્થક કરી ૩૫ વર્ષના સંયમ જીવનમાં જનજનના હૈયામાં સ્થાન મેળવી લીધું છે. એમાં સહયોગ મળ્યો છે. કાર્યદક્ષ, ઉત્સાહી અંતેવાસી પૂ. ચાંદનીબાઈ મ.સ.નો? એ કેમ ભૂલાય? શાસન, સંપ્રદાયને આવા સતીરત્નો મળ્યાનું ગૌરવ હોય છે એ તો સ્વાભાવિક છે. પૂ. સતીરત્નોએ જ્યાં જ્યાં ચાતુર્માસો કર્યા છે. ત્યાં ત્યાં જ્ઞાનની પ્રભાવના કરી છે.
જેમના રોમેરોમમાં શાસન-સંઘ શાસ્ત્રના યોગક્ષેમ, વૃદ્ધિ, આબાદી, ને હિતકામના રહેલી છે. જેમની આંખમાં પરમ ગીતાર્થ મહર્ષિનો આત્મા ડોકિયાં કરે છે એવા પ્રતિભાશાળી પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીએ અમેને પ્રશ્નોત્તરીની બુક પ્રકાશિત કરવાની અનુમતિ આપી તેના માટે અમે પ.પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીના ઋણી છીએ.