________________
શ્રી અરિહંત પદ વ્યાખ્યાન ક્ષેત્રમાં નિયમિત ચાલુ હોય છે. તેથી શાશ્વતી અઠાઈ કહી છે.
વિચારજો! દુનિયાની વિચિત્ર જંજાળે વળગી છે તેથી ઘરનું આંગણું છૂટતું નથી દેવતાને સાહેબી છતાં નંદીશ્વર દ્વીપ પર આવીને એળીમાં અઠઈ મહોત્સવ કરે છે.
આપણને ચૈત્ર કે બૈશાખ આવ્યું તેમાં ફરક નથી જે નવપદ ઉપર લક્ષ્ય હોવું જોઈએ તે નથી નવપદની આરાધના કરનારાના બહુમાનને અંગે જે કરવું જોઈએ તે નથી. બીજા પદોમાં એક એકની ગૌણતા મુખ્યતા લેવી પડે છે. નવપદમાં સરખી રીતે છેઃ બે, ત્રણ, ચાર ભેદે અનુક્રમે દેવ-ગુરુ-ધર્મના છે. આવી રીતે ત્રણ તત્ત્વ સભેદ આરાધન છે.
નવપદ કરતાં ત્રિપદ રાખને?
એ ત્રણનું આરાધન લઈએ તે સભેદ દેવ, ગુરુ, ધર્મનું આરાધન થાય નહિ. ત્રણે તત્ત્વ ભેદસહિત નવપદમાં દાખલ કરવામાં આવેલા છે, એવા પાંજરામાં મનને પુરી દઈએ તે કેળવાયેલે વાંદરો મનુષ્ય કરતાં વધારે કામ કરનારો થાય. એકલા જીવથી ન બને તે મનની મદદથી કરી શકે છે. નવપદ એ મનને કેળવવાનું સ્થાન છે. નવપદની અનુક્રમે એકેક દહાડે કેવી રીતે વ્યાખ્યા જણાવવામાં આવશે તે અધિકાર અગ્રે વત્તમાન.
શ્રી અરિહંતપદ વ્યાખ્યાન. ૨.
સં. ૧૨ આસ શુદિ ૭. જામનગર, तो भणइ गणी नरवर ! पत्त अरिहंतपयपसारण ।
देवपालेण रज्जं सकत्त कत्तिएणावि ॥१३०५॥ શ્રોતાના બે પ્રકાર.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા શ્રી શ્રીપાળમહારાજા ચરિત્રમાં સૂચવી ગયા કે સંસારમાં શ્રેતા બે પ્રકારના