SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૪૦ પર્વ મહિમા દર્શન - રાષભદેવજી જે વખત સિદ્ધાચલજીથી વિહાર કરતા હતા, તે વખતે તેમની સાથે વિહાર કરવા તૈયાર થએલા પુંડરીક સ્વામીજીને પોતાની સાથે આવતા રોકીને તે સિદ્ધગિરિજીમાં જ રહેવાનું ફરમાવ્યું, ને એમ સ્પષ્ટપણે જણાવ્યું કે આ સિદ્ધગિરિજીના પ્રતાપથી જ તમને અને તમારા પરિવારભૂત કોડે સાધુઓને કેવળક્ષાન થશે અને મોક્ષ મળશે ( दग्ध्वा धातीणि कर्माणि, लब्ध्वा ज्ञान च केवलम् । क्षेत्रस्यास्यव माहात्म्याद , भात्री त्वं मुक्तिवल्लभः ॥२२ ।। अनुशास्येति भगवान, पुण्डरीक महामुनिम्। ययौ विहरीमन्यत्र, त्रैलोक्यहितकाम्यया ।। १२३।। કરા મro ) આત્મબળ કરતાં તીર્થ બળ. આવા સાક્ષાત્ કેવળી તીર્થકર ભગવાને પોતે સ્વમુખે પિતાના કરતાં અધિક મહિમાવાળા ગણાએલા સિદ્ધાચળ ગિરિરાજને પરમ પવિત્ર મહિમા ભવ્ય જીવોને મગજમાં ઉતર્યા વિના રહે જ નહિ. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે અન્ય તીર્થક્ષેત્રમાં જે તીર્થકરમહારાજ વગેરે કેવળજ્ઞાન મેળવી મેક્ષ સાધી શકયા છે, તે તે સિદ્ધ : થનારાના આત્મબળથી જ છે, જ્યારે આ ગિરિરાજ ઉપર મેક્ષે જનાર મહાપુરુષોને આ ગિરિરાજના પરમ પવિત્ર મહિમાની અદ્વિતીય મદદ હોવાથી જ તેઓ મેક્ષે જઈ શકયા છે. માટે આ કાર્તિકી પૂર્ણિમા અને ગિરિરાજને મહિમા દયાનમાં રાખી ભવ્ય એ આત્માને • ઉજ્જવળ કરવા કટિબદ્ધ થવું જરૂરી છે. આવી રીતે શ્રી ત્રાષભદેવ ભગવાન જ સિદ્ધગિરિના મહિમાના પ્રથમ પ્રવર્તક છે તે શ્રી રાષભદેવ ભગવાનને શાસ્ત્રકારો મંગળાચરણમાં જણાવે છે. તે ઈદ્રોના સમુદાયથી નમસ્કાર કરાયેલા ભગવાન્ ભવ્યતાઓને સમૃદ્ધિદાયક, દિવ્યાતિદાયક અને કલ્યાણકાર હો. એવા શ્રી આદિદેવે બતાવેલે અવતારમાંથી ઈશ્વર થવાના માર્ગને જે ભવ્યાત્માઓ અનુસરશે, તેઓ આ ભવ પરભવ કલ્યાણમાંગલિક માળાને ધારણ કરી ઉત્તરોત્તર પ્રગતિશીલ બની પરીશ્વર્ય પ્રાપ્ત કરશે અર્થાત્ પરમેશ્વર પદે બિરાજમાન થશે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy