________________
અઠાઈ વ્યાખ્યાન
૧૩૭
वइयरिस संघचण १, साहम्मिअभत्ति २, तहय जत्ततिग' ३, जिगगिहिण्डवग४, जिगधगवुड्डी ५, महपूअ ६, धम्मजागरिआ ७, મુગા ૮, ૩નવ , દેવ તિયામાવMા ૨૦, સાહી ??, (થાવ. ૨૬૬)
પૂર્વાચાર્ય કૃતગાથાથી જ ગ્રંથકાર અગિયાર વાર્ષિક પર્વક જણાવે છે. તે અગિયાર કુનાં નામ
૧. સંઘપૂજા ૨. સાધર્મિક વાત્સલ્ય ૩. યાત્રા ૪. સ્નાત્રમહોત્સવ ૫. દેવ-દ્રવ્ય-વૃદ્ધિ ૬. મહાપૂજા ૭. રાત્રિ જાગરણ ૮. શ્રુતપૂજા ૯. ઉઘાપન (ઉજમણું) ૧, તીર્થપ્રભાવના અને ૧૧. આલેચના. પ્રથમ કૃત્ય : શ્રી સંઘાચન.
શક્તિ હોય તો શ્રી સંઘની પૂજા રોજ કરવા યોગ્ય છે. તેવી શક્તિ ન હોય તે જઘન્યથી પ્રતિવર્ષ એક વખત તો શ્રીસંઘનું પૂજન કરવું જ જોઈએ. શ્રીસંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. દરેક પિતાને સંઘમાં ગણવવા તૈયાર છે. શ્રીસંઘની આણ દેવામાં તૈયાર, પણ કાર્ય કરવા કેઈ તૈયાર નથી. હકક કોને? જે તથાવિધ કાર્ય કરવા તૈયાર થાય તેને. સાધુ, સાદેવીને નિર્દોષ આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, પુસ્તક, પત્ર આદિ સંયમસામગ્રી આપી તેમની ભક્તિ કરવી જોઈએ. શ્રાવક, શ્રાવિકાની પણ યથાશક્તિ ભક્તિ કરવી જોઈએ. સાધમિકવાત્સલ્ય કેનું નામ? “આવશે એ તે, ઘણાય જમી જશે, જમે તે ભલે, નહિ તે એમની મરજી; આપણે શું કરીએ?” આ દશા સાધમિકવાત્સલ્યમાં ઉચિત નથી. ત્યાં તે અપૂર્વ ભક્તિ જોઈએ. ત્યાં થી ભાવના જોઈએ? ધન્યભાગ્ય! સાધર્મિકનાં મારે ઘેર પગલાં કયાંથી ?” આવી ભાવના જોઈએ. સાધર્મિકને અશન, પાન, આદિમ, સ્વાદિમ આપ્યા પછી દરેકને તેને મેગ્ય, પુરુષ, સ્ત્રી, બાલક, બાલિકા, સધવા, વિધવા, કુમારિકાને યોગ્ય વસ્ત્રાલંકારની પહેરામણુ કરવી જોઈએ. ત્યારે શું આવું જ ન કરે તેની ગણના શ્રાવકમાં નહિ? ના. એ બલાત્કાર, એ જુલમ જૈનશાસનમાં નથી. શક્તિપૂર્વક કરવાનું વિધાન છે, પણ એક વાત તે ખરી, કે શક્તિ મુજબ જે કરે ત્યાં ભક્તિ વિશુદ્ધ જોઈએ.