________________
પર્વ મહિમા દર્શન (૬) મહાપૂજા
મહાપૂજા દર વર્ષે વિસ્તારપૂર્વક જિનાલમાં ભણાવવી. (૭) રાત્રિ જાગરણ
તીર્થદર્શન વખતે, કલ્યાણકના દિવસે, ગુરુ નિર્વાણદિના પ્રસંગોએ વીતરાગ દેવનાં ગુણજ્ઞાન કરવાં. નૃત્ય કરવા વગેરેથી રાત્રિજાગરણ કરવું, ભક્તિ માટે રાત્રિજાગરણ કરવાનું છે. (૮) શ્રુતપૂજા
શ્રત એટલે આગમાદિજ્ઞાનના પુસ્તકોને ઉદ્ધાર કરે. સાધુ ભગવંતેને ભણાવવા માટે પુસ્તક આપવાં, આગમની પૂજા દરરોજ કરવી જોઈએ, શક્તિના અભાવે દર માસે દર વર્ષે યથાશક્તિ જરૂર ભક્તિ કરવી. તથા જૂના અપ્રસિદ્ધ ગ્રંથ લખાવવા, તેમને ઉદ્ધાર કરે. ૯) ઉધાપન
ઉદ્યાપન એટલે ઉજમણું, જેમ દેરાસર કળશ વગરનું બાંડું લાગે તેમ ઉઘાપન વગરનું તપ બાંડું સમજવું. ઉજમણું એ તપગુણને દીપાવનાર છે, વિશ સ્થાનક, શ્રી સિદ્ધચક્રની આરાધનાને અંગે, એકાદશી, પંચમી, રેહિણુ વગેરેના તપને અંગે, જ્ઞાન-દર્શન–ચારિત્ર વગેરેના વિવિધ પ્રકારના તપને અંગે દર વર્ષે જઘન્યથી એક એક ઉજમણું વિધિપૂર્વક કરવું જોઈએ, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અંગે તથા સાધાર્મિક અંગે સરખા ભાગે વસ્તુઓ મૂકવી.
બધા શ્રાવકે ધર્મના રસિયા હોય તે એક દિવસ પણ એ ન હિય કે જે દિવસે ધર્મપ્રભાવક કાર્ય થતું ન હોય. આજે તો દશા જુદી છે, “ભાદર રળિયામણે” “સંવત્સરીના પારણાં ને મૂક્યા ઉપાશ્રયના બારણું ભાગ્યશાળીઓ, કલ્યાણના દરવાજા તે હંમેશાં ખૂલ્લાં જ હોય. (૧૦) ગુરુપ્રવેશ મહત્સવ
તીર્થપ્રભાવના એ સ્થાવરતીર્થની પ્રભાવના છે, સ્થાવરતીર્થની પ્રભાવનાની જેમ જંગમ તીર્થની પ્રભાવના કરવી જોઈએ. વર્ષમાં એકવાર જઘન્યથી તે આ કાર્ય અવશ્ય કરવું જોઇએ. ગુરુમહારાજા એ જંગમ તીર્થ છે. ગુરુમહારાજને પ્રવેશ મહોત્સવ પણ તીથ પ્રભાવનાનું કારણ છે, ગુરુમહારાજને પ્રવેશઉત્સવ ઘણો જ આમ્બરથી કરવું જોઈએ, શ્રી સંઘે ગુરુમહારાજ સન્મુખ જઈને યથાશકિત સત્કાર કરે