________________
૨૧
ઉત્સાહપૂર્વક કરવું જોઈએ. કષાય પરિણામેનું દમન કરવાથી અપૂર્વ આત્મજ્ઞાનને અલભ્ય લાભ થાય છે.
તેમજ કહ્યું છે કેस्वसंवित्ति समायाति यमिनां तत्त्वमुत्तमम् ।
आसमंताच्छमं नीते कषाय विषम ज्वरे ॥ २२ ॥ અર્થ-સંયમી મુનિને કષાયરૂપી વિષમ જવર સર્વથા પ્રકારે ઉપશમતાને પ્રાપ્ત થવાથી ઉત્તમ તત્વ (પરમાત્મ સ્વરૂપ) સ્વસંવેદનતાને પ્રાપ્ત થાય છે. ભાવાર્થ- કષાયેનો નાશ થવાથી જ શુદ્ધાત્મ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ થાય છે. अनायविद्यामय मूर्छितांगं कामोदर क्रोध हुताशतप्तम् । स्याद्वाद पीयूष महौषधेन त्रायवमा मोह महाहि दष्टम् ॥२३॥
અર્થ:- હે જિનેન્દ્ર દેવ? હુ અનાદિ કાલના અજ્ઞાનમય અસાધ્ય રેગથી મહામૂછિત છું. અર્થાત્ પીડિત છું. કામ, ઉદર અને ક્રોધની જાજવલ્યમાન પ્રચંડ અગ્નિથી બળી–પ્રજળી રહ્યો છું, અને મહામહ રૂપી ભયંકર વિષ સર્ષથી ડસાયલે છે. માટે વિભ! હે પરમાત્મન ! હે પરમ કારુણ્યામૃતના નિધિ! મને સ્યાદ્વાદ રૂપી સુધારસમય મહાસંજીવની ઔષધ પાઈ મારૂં સમ્યક પ્રકારે સદાય સંરક્ષણ કરો, મને બચાવે, મને મારા શુદ્ધ સ્વરૂપ સમુખ કરો.