________________
ભાવાર્થ- જેની રુચિ શુદ્ધાત્મા સિવાય અન્ય કોઈ પદાર્થોમાં જતી નથી અને જે સ્વાનુભૂતિરૂપ પિતાના આત્મ રસમાંજ પ્રેમ કરે છે અથવા શુદ્ધાત્માને છેડી અન્ય કઇ પદાર્થમાં જેની શ્રદ્ધા નથી. માત્ર એક નિજ શુદ્ધાત્મામાંજ જેની ગાઢ શ્રદ્ધા છે તેનેજ વિશુદ્ધ સમ્યગ્દર્શન અથવા નિશ્ચય સમ્યગ્દર્શન કહે છે. आत्माना आत्मानं जानन् जीवः सम्यग्दृष्टिः भवति । सम्यग्दृष्टिः जीवः लघु कर्मणा मुच्यते ॥५३५॥ અર્થ - પિતાને પિતાથી જાણતો જીવ સમ્યગ્દષ્ટિ થાય છે અને સમ્યગ્દષ્ટિ થઈ જલદી કર્મોથી છૂટી જાય છે ભાવાર્થ- આ આત્મા વિતરાગ સ્વસંવેદના જ્ઞાનમાં પરિણતિ કરી અંતરાત્મા થઈ પોતાને અનુભવતે વીતરાગ સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારેજ (વીતરાગ સમ્યગ્દર્શનના પ્રતાપથીજ) જ્ઞાનાવરણદિ કર્મોથી શીઘ છુટી જાય છે. અર્થાત્ વિતરાગ સમ્યગ્દષ્ટિ થવાથી આ છવ કર્મોથી છુટી સિદ્ધ થાય છે. વીતરાગ ચારિત્ર અનુકુલ જે શુદ્ધાત્માનુભૂતિ રૂપ વીતરાગ સમ્યકત્વ છે તેજ ધાવવા ગ્ય છે.
જે મુનિ આત્મસ્વરૂપમાં (સ્વદ્રવ્ય) મગ્ન છે, રુચિ સહિત છે, તે નિશ્ચય સમ્યગ્દષ્ટિ છે અને તેજ સમ્યકત્વ ભાવરૂપ પરિણમતે જીવ દુષ્ટ આઠ કર્મોને ક્ષય કરી નિર્વાણને પ્રાપ્ત થાય છે. (મક્ષ પાહુડ ગાથા ૧૪).