________________
૬૭૦
સમ્યક્ત્વના પાંચ ભૂષણ, સમ્યકત્વનાં પાંચ અતિચાર, અને સમ્યફ્ક્ત નાશ થવાના પાંચ કારણેા બતાવ્યાં છે તે પ્રયાજનભૂત જણાતા અહીં સંક્ષેપમાં બતાવવામાં આવે છે.
સમ્યક્ત્વનું સ્વરૂપ :- આત્મ સ્વરૂપની સત્ય પ્રતીતિ થવી, દિન પ્રતિદિન સમતા ભાવમાં ઉન્નતિ થવી, અને ક્ષણે ક્ષણે પરિણામોની વિશુદ્ધિ થવી; એનુ નામ સમ્યગ્દર્શન છે.
સમ્યકત્વનાં ચિન્હઃ- પાતામાંજ પેાતાના આત્મ સ્વરૂપના પરિચય થાય, કયારે પણ સ ંદેહ ઉત્પન્ન થાય નહિ, છલકપટ રહિત વૈરાગ્યભાવ રહે, એજ સમ્યગ્દર્શનના ચિહ્નો છે.
સમ્યગ્દર્શનના આઠગુણ:- કરુણા, મૈત્રી, સજ્જનતા, સ્વલધુત્તા, સમતા, શ્રદ્ધા, ઉદાસીનતા અને ધર્માનુરાગ એ સમ્યકત્વના આઠ ગુણ છે.
સમ્યકત્વનાં પાંચભૂષણ:- જૈન ધર્માંની પ્રભાવના કરવાના અભિપ્રાય, ધ્યેય ઉપાદેયના વિચાર, ધીરજ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિના હર્ષ અને તત્ત્વ વિચારમાં ચતુરાઇ એ સમ્યગ્દર્શનના પાંચભૂષણ છે. સમ્યગ્દર્શનનાં પાંચ અતિચારઃ- લેાકહાસ્યના લય અર્થાત્ સભ્યશ્ર્વરૂપ પ્રવૃત્તિ કરવામાં લેાકેાની હાંસીના ભય, ઈન્દ્રિયાના વિષય ભાગવવામાં અનુરાગ, આગામી કાળની ચિંતા, કુશાસ્ત્રોની ભકિત અને કુદેવાદિકની સેવા-પ્રસ ́સા એ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર છે.