________________
ની અવિનાભાવીની સ્વાનુભૂતિની સાથે થવાવાળી જે આસ્તિક્ય છે તેજ સમ્યકત્વ આસ્તિક્ય છે. સ્વાત્માનુભવ સ્વરૂપ જે આસ્તિક્ય છે તેજ પરમગુણ છે. પૂર્વોક્ત ચારે પ્રકારના ગુણ સમ્યકત્વ હોય તો જ ગુણ કહેવાય છે અને મિથ્યાત્વની સાથે હોય તે તેને આભાસ કહેવામાં આવે છે પણ ગુણ કહેવામાં આવતા નથી.
કઈ કઈ આચાર્યોએ સમ્યકત્વના આઠગુણ કહ્યા છે તે આઠે ગુણ પ્રમાદિ ચારમાંજ : ગર્ભિત થઈ જાય છે. સંવેગમાં નિર્વેદ, વાત્સલ્ય, ભક્તિ અને પ્રશમમાં નિંદા, ગહને સમાવેશ થઈ જાય છે. તેનું સંક્ષેપમાં નીચે પ્રમાણે સ્વરૂપ છે.
संवेओ णिधेओ जिंदा गरहा उसमो भत्ती । वच्छल्लं अणुकंपा अट्ठ गुणा हुंति सम्पत्ते ॥५२९॥ અર્થ - સમ્યગ્દર્શન થયા પછી સંવેગ, નિવેગ, નિંદા, ગહ, ઉપશમ, ભક્તિ, વાત્સલ્ય અને અનુકંપા એ આઠ ગુણ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ
(૧) સંવેગ- નિશ્ચયથી આત્માના સ્વરૂપમાં પરમપ્રેમ ઉલસ
અને વ્યવહારથી ધર્મની વૃદ્ધિના સર્વકાર્યોમાં પ્રેમ થ. (૨) નિર્વેદ - નિશ્ચયથી આત્મામાં એ ભાવ થવો કે પરાત્માથી
તેને કોઈ સંબંધ નથી અને વ્યવહારથી સંસાર, શરીર અને ભેગાથી અત્યંત ઉદાસીન રહેવું