________________
૪૦૨
બધા શબ્દો સામાન્ય રીતિથી એકજ અર્થવાચક છે. સંત કચિત્ ભિન્ન પણું છે અભિન્ન પણ છે દ્વત પણ છે અદ્વેત પણ છે. નિસ્યાદ્વાદી કદી પણ એકાંત પક્ષને સ્વીકારતા નથી કારણ કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. સામાન્ય વ્યાપક છે અને વિશેષ થાપ્ય છે. સમ્યકત્વ આત્માથી જુદી વસ્તુ નથી આત્માનું જ પરિણામ છે. તે આત્મા જ છે અર્થાત્ સમ્યકત્વ અને આત્મામાં કોઈ ફરક નથી તેમ નિશ્ચયથી જાણવું. વસ્તુને સ્વભાવ જ ઉભય સ્વરૂપ અનેકાન્તમય છે. તે કઈને કરેલો નથી. વસ્તુ પણ અનેક ધર્મમયી. છે. તેથી તેનું કથન પણ અનેકાંત સ્વરૂપ જ છે. - જે સમ્યકત્વ ગુણની અપેક્ષાથી સમ્યકત્વી કહેવામાં આવે તો જગતમાં કેઈ મિથ્યાષ્ટિ જ ન રહે. કારણ સમ્યકત્વ નામને સામાન્ય ગુણ તે પ્રત્યેક ચૈતન્ય પદાર્થમાં પડે છે. સમ્યક કેઈ ના ગુણ આત્મામાં પેદા થતું નથી. જેમ આત્મા અનાદિ છે તેમ ગુણે પણ અનાદિ છે. ગુણે ગુણીથી ભિન્નપણું નથી જીવ પુદગલને સબંધ અનાદિથી છે પણ જે અનાદિથી માનવામાં ન આવે તે અન્યાશ્રય દેષ આવશે. દર્શનમેહનકર્મના ઉદયથી સમ્યકત્વ ગુણની અવસ્થાને મિથ્યાદર્શન કહે છે અને સમ્યકત્વ ગુણની અવસ્થાને બાધક દર્શનમેહની કર્મને ઉદય અંતરંગ કારણ છે. મિથ્યાદર્શનમાં છવને સ્વપર વિવેક નથી થત અને સમ્યગ્દર્શનમાં છવને સ્વાપર વિવેક જ્ઞાન થાય છે સમ્યગ્દર્શન તે આત્માની સ્વાભાવિક અવસ્થા છે તે કર્મના ક્ષય ઉપશમ, પશમથી નવીન પ્રગટ થાય છે. શકાકાર - હે ભગવંત! આપે ત્રણ પ્રકારના સમ્યકત્વ કહ્યા