________________
તે પ્રચલા શાક, મદ અને વિશેષ પરિશ્રમથી ઉત્પન્ન થાય છે. એમાં ઇન્દ્રિયને વ્યાપાર તે બંધ થઈ જાય છે, પરંતુ અંતરંગમાં કાંઇ પ્રીતિરૂપ ક્યિા ઉત્પન્ન હોય છે. જે કદાચ તે પુરુષ બેઠા હોય તે તેને પણ નેત્ર તથા શરીરમાં ક્રિયા થાય છે એથી પ્રચલાનું અનુમાન થાય છે. અને તે પ્રચલા જે વારંવાર આવતા શરીર ચલાયમાન થતું હોય મોઢામાંથી લાળ નીકળતી હાય, એવા પ્રકારની જે નિદ્રાની વિશેષરૂપ ક્રિયા છે, તેને પ્રચલા પ્રચલા કહે છે. જે નિદ્રાથી સ્વપ્ન વિષે આત્મામાં વીર્ય (સામર્થ્ય) વિશેષ પ્રગટ થઈ જાય તથા સૂતા સૂતા રૌદ્ર (ભયંકર) કામ કરવા લાગે અથવા બહુજ કામ કરવા લાગે તે રજ્યાનગુદ્ધિ નિદ્રા કહેવાય છે. અર્થાત્ જે પુરુષને હત્યાનગુદ્ધિ કર્મને ઉદય થાય છે, તે સૂતો હોય છતાં પણ ઊડી ઊઠીને દેડવા માંડે છે, સૂતા સૂતા કાંઈ બેભાનમાં કામ પણ કરી લે છે. પરંતુ જાગે ત્યારે પૂછવામાં આવે તે કહે કે “મને કાંઈ ખબર નથી કે મેં શું કર્યું હતું.” એવી રીતે જ્યાં બેહોશી પૂર્વક નિદ્રા આવે અને જેમાં ક્રિયા પણ થાય છે, તે જ્યાનગુદ્ધિ નિદ્રા કહેવાય છે. નિદ્રાનિદ્રા પ્રચલપ્રચલા. અને ત્યાનગુદ્ધિ નિદ્રા એ ત્રણ કર્મની પ્રકૃત્તિના તીવ્ર ઉદયથી પ્રગટ થએલ જીવને પિતાના દશ્ય પદાર્થો જે સામાન્ય માત્ર ગ્રહણરૂપ દર્શને પગ છે તેને રેકરાવાલી જડરૂપ અવસ્થા છે. તે નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, કે જ્યાનગૃદ્ધિ એમ પાંય નિદ્રામાંથી કઈ એક નિદ્રાના ઉદયમાં સમ્યકત્વ ન થાય પણ વિચાર કરતી વખતે કેઈ નિદ્રા ન હોય એ જાગૃત પુરુષ સમ્યકત્વને અધિકારી છે.