________________
૩૭
કેમ થાય? ન જ થાય. એવી રીતે પદાર્થોનું જ્ઞાન સ્વપરના ભેદજ્ઞાન વિના નિષ્ફળ છે. તથા હિત શબ્દને અભિપ્રાય સુખનું કારણ સમજવું. કેમકે ભેદવિજ્ઞાન પણ હોય અને એમાં સુખ ન અનુભવાય તે ભેદજ્ઞાન શું કામનું ? તથા પ્રશમ કહેવાને અભિપ્રાય કષાયનું મંદ હાવું તે છે, કેમકે જે વાણીથી કષાયમંદ (ઉપશમ ભાવરૂપ) ન થાય, તે વાણી દુઃખનું કારણ થાય છે. તે વાણુને ગ્રહણ કરવી એગ્ય નથી. સમ્યક તપદેશને અર્થ યથાર્થ તત્વને ઉપદેશ જાણ એ છે. જે વાણીમાં મિથ્યા તત્વાર્થને ઉપદેશ હોય, તે વાણી સપુરુષની નથી. એવી રીતે પાંચ પ્રજનની સિદ્ધિને અર્થે પુરુષની વાણું હેય છે અર્થાત પ્રવર્તે છે. અહીં એ આશય પણ જણાય છે કે અમે જે આ શાસ્ત્ર રચીએ છીએ, તે સર્વજ્ઞની પરંપરાથી જે સદુપદેશામૃત ચાલ્યું આવે છે તેજ સમસ્ત ભવ્ય જીવનું આત્મહિત કરવાવાળું છે, એ અનુસાર અમે પણ કહીએ છીએ. આમાં પણ ઉકત પાંચ પ્રજનેને વિચારી લેવા અને જો એ પાંચ પ્રજનેથી અતિરિક્ત (બીજુ) વચન હોય તે તે સત્યુનું ન જાણવું. तच्छुतं तच्च विज्ञानं तद्धयानं तत्परं तपः ।
अयमात्मा यदासाद्य स्वस्वरुपे लयं व्रजेत् ॥४०६ અર્થ - તે જ શાસ્ત્રનું સાંભળવું છે, તેજ ચતુરાઈ રૂપ વિજ્ઞાન છે, તેજ ધ્યાન વા તપ છે કે જેને પામીને આ આત્મા પિતાના સ્વરૂપમાં લીન થાય છે.