________________
૨૮૯
સાક્ષાત્કાર થઈ જાય છે. જે ભવ્ય આત્માને દર્શન મેહનીય કર્મને ઉપશમ, ક્ષય અને ક્ષયે પશમ થયેલ છે, તેજ ભવ્ય આત્મા આ અપૂર્વ લાભને અનુભવે છે. ભારેકમી, દીર્ધસંસારીના હૃદયમાં આ-વાત પ્રથમ તે રૂચિ કર નહિ લાગે. અહીં આચાર્ય માહારાજે ભેદજ્ઞાન શાથી થાય એની અનુગ્રહરૂપ અમૃત પ્રસાદી આપી છે તે આસન્ન ભવ્ય આત્મા જ લાભ લઈ શકશે. મતિ શ્રતજ્ઞાનના “ભાવના” નામના ભેદથી જ નિર્મળ ભેદજ્ઞાન થાય છે જેની અંતરંગ વિચાર રૂ૫ દિવ્યચક્ષુ ખુલી હશે, તે ભવ્ય ભેદજ્ઞાનના ભેદને સમજશે પરંતુ જેની અંતરંગ દષ્ટિ મિથ્યાત્વરૂપી ઝેરથી અંધ થયેલ છે, તે આ–ભેદજ્ઞાનના સ્વરૂપને નહીં સમજે. અધ્યાત્મ ગ્રંથના આશયને સમજનાર, સરલ, નિકટ સંસારી ભવ્ય આત્મા જ છે. કેવલજ્ઞાનના બીજ રૂપ અતિશ્રતજ્ઞાન દ્વારા સમ્યક્ત્વ રત્નને યોગ્ય ભવ્ય આત્માએ જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાંસુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનનું જ આચરણ કરવું યોગ્ય છે.
मतिज्ञानं पुननिविधं उपलब्धिर्भावना च उपयोगः । · तथैवचतुर्विकल्पं दर्शनपूर्व भवति ज्ञानं ॥३५४॥ અર્થ- મતિજ્ઞાન ત્રણ પ્રકારે છે. ઉપલબ્ધિ (જાણવાની શક્તિ) ઉપગ, (જાણવારૂપ વ્યાપાર) અને ભાવના (જાણેલ વસ્તુને વારંવાર વિચાર કરી તેમજ તે જ્ઞાન ચાર પ્રકારે પણ છે. મતિજ્ઞાન દર્શન પૂર્વકજ થાય છે.