________________
૧૨૨
સમયે મેક્ષ થાય છે. જે કોઈ, ભાગ્ય અને ઉપગ્ય આદિ ચેતન તથા અચેતન આદિ સમસ્ત પરવસ્તુઓમાં આલંબન રહિત પરિણામ છે, તે જ સ્વસંવેદન જ્ઞાન ગુણ કહેવાય છે અથવા જે જ્ઞાનગુણમાં આત્મા સિવાય અન્ય પરભાનું આલંબન અથવા આશ્રય નથી, એને સ્વસંવેદન જ્ઞાન ગુણ કહે છે. એજ જ્ઞાનદ્વારા શુદ્ધાત્મસ્વરૂપને અનુભવ થાય છે, ત્યારે વિષય સુખની વાસના ચિત્તમાં નથી રહેતી; કિન્તુ આત્માથી ઉત્પન્ન પરમાનન્દ સ્વરૂપ સુખમાં જ સંતેષ અથવા તૃપ્તિને લાભ થાય છે. આ જ વીતરાગ ધર્મશુકલ ધ્યાન છે અને એજ સાક્ષાત મોક્ષનું સમર્થ કારણ છે.
પરિણામેની વિચિત્ર દશા. કોઈ જીવ તે અગીયારમાં ઉપશાન્ત હગુણસ્થાને ઉપશમ યથાખ્યાતું ચારિત્ર પામી ને પછી મિથ્યાદૃષ્ટિ થાય છે. અને કિંચિત ઉન અર્ધપુદગલ પરિવર્તનકાળ પર્યન્ત સંસારમાં રખડે છે ( પરિભ્રમણ કરે છે.) અને કેઈ જીવ નિત્યનિગોદમાંથી નીકળી, મનુષ્ય પર્યાય પામી, મિથ્યાત્વથી છૂટી, પછી અન્તર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પામી મોક્ષ જાય છે.
આ વાત અનુપમ, અદ્વિતીય, અને અદભુત છે કે, અનાદિ કાળથી મિથ્યાદૃષ્ટિ કયારે પણ ત્રસ પર્યાય નહીં પામેલ એવા નવ (૯૨૩) ત્રેવીશ ભરતજીના પુત્ર, જે નિત્ય નિદ નિવાસી હતા અને નિત્યનિગોદમાં કર્મની નિર્જરા થવાથી તે જી ઈન્દ્રપ (કળ ગાય) નામના તેઈન્દ્રિય કીડા થયા. તે કીડાઓના ઢગલા ઉપર ભરત મહારાજના હાથીને પગ આવી જતા