________________
અર્થ- અજ્ઞાની આત્મા કર્મોની પ્રકૃતિમાં સ્થિર થઈ કર્મોનાં ફળને અનુભવ કરે છે અને સમ્યજ્ઞાની આત્મા કર્મોના ફળને માત્ર જાણેજ છે. પરંતુ ઉદયરૂપ અવસ્થાને ભેગવત નથીઃ અર્થાત્ અનુભવ કરતું નથી.
મેહને નાશ કરવાને ઉપાય. मोहेन वा रागेण वा द्वेषेण वा परिणतस्य विस्य ।
जायते विविधो बन्धस्तस्मात्ते संक्षपयितव्याः ॥१२॥ અર્થ- મેહભાવથી અથવા રાગભાવથી અથવા દુષ્ટભાવથી પરિણમતા એવા જીવને અનેક પ્રકારે કર્મબધ ઉત્પન્ન થાય છે. એટલા માટે ભવ્ય આત્માએ તે રાગ દ્વેષ અને મેહ ભાવને મૂળ સત્તામાંથી ક્ષય કરવો યોગ્ય છે. ભાવાર્થ- જીવના રાગ, દ્વેષ, મેહ એ ત્રણે ભાવથી ગ્રાના વરણાદિ અનેક કર્મબન્ધ થાય છે માટે એ ત્રણેને નાશ કરે જોઈએ. જેમ જંગલને મદોન્મત્ત હાથી મેહથી અજ્ઞાની થઈ કાણની બનાવેલી કૃત્રિમ હાથણને દેખી, અત્યંત પ્રેમભાવને વશ થઈ આલિંગન કરે છે, તથા દ્વેષભાવથી અન્ય હાથીઓને તે હાથણીની પાસે આવતા દેખી લડવાને સામે દોડે છે અને તૃણાદિકથી આચ્છાદિત (ઢાંકેલ) ખાડામાં પડી પકડવાવાળા પુરુષોથી અનેક પ્રકારે બંધાય છે, એવી રીતે આ જીવને પણ મેહ, રાગ, દ્વેષ, ભાવથી અનેક પ્રકારે કર્મ બંધ થાય છે. મેક્ષની ઈચ્છા કરવાવાળા પુરુષેએ અનિષ્ટ કાર્યના કારણ રૂપ મેહાદિ ત્રણે ભાવને મૂળ સત્તામાંથી જ સર્વથા પ્રકારે ક્ષય કરવો જોઈએ.