________________
મન અને હૃદયના સમર્પણ વિનાને નમરકાર અધૂરો જ રહે છે. તે નમરકાર જેને પહોંચાડવાનો હોય છે તે તેને પૂરે પૂરે પહોંચતું નથી.
કુવામાં ઉતારેલ ઘડો કે ડોલ જ્યાં સુધી પિતાનું મસ્તક મુકાવીને કુવાના પાણીને નમસ્કાર કરતા નથી ત્યાં સુધી તેને તેમાંથી એક ખોબા જેટલું પણ પાણી મલતું નથી. આપણાથી ગુણમાં જેઓ ચઢીયાતા હોય તેમને આપણે નમવું જ જોઈએ. નમે શબ્દમાં પણ એ જ ભાવરહેલ છે.
ભાણાભાઇએ આ બધું ઓટલે બેસીને સાંભળ્યું અને તેને અપૂર્વ આનંદ થયે. તે નવકારમંત્રની પ્રાપ્તિ પણ તેને અચાનક થવાથી કોઈ અપૂર્વ વસ્તુ પુન્યથી મળી છે એમ પિતાના દિલમાં સમજે છે. અને હરખાય છે. મારા પાપને નાશ થાઓ. એમ મનમાં વિચારી યાદ કર્યા કરે છે. પિતાની જે રિથતિ છે તે રિથતિમાં પણ સંતોષ રાખ્યા કરે છે. અન્યાયનું ન લેવાય તેજ સારૂં છે. આવા તેના દઢ વિચારે છે. દરિદ્રપણામાં પણ અન્યાયનું લેવું નહીં. તે વાત વિચારમાં તે છે જ પણ સાથે સાથે વર્તનમાં પણ છે. એજ એની વિશેષતા છે. એજ માનવતા છે. પોતે નિધન હોવા છતાં પણ દિલના ભાવ–જીવન ઉંચા છે, નિશાળે ભણવા બેઠો નથી. ભટ્ટે પણ નથી. પણ બુદ્ધિશાળી છે.
વાત પણ ખરી છે કે અપૂર્વ વરંતુની પ્રાપ્તિ થવી તે પુન્ય વિના મળે નહીં જ કહ્યું છે કે :