________________
૮૩
સુગ્રામ સુદાન સમાન સુબ્રાતા, સુતાત સુકુળ સુપુત્ર સુમાતા, સુનારી સુરૂપ સુશિક્ષણ દાતા, સુદેવ સુધર્મા સુયશ વિખ્યાતા. સુગુરૂ સુમિત્ર સુસ્નેહી સદાના, સુદેશ સુબલ સુધાન્ય ખજાના, સુવિધા સુકાવ્ય સુસંગ સુબાતા, પુન્ય લલિત મળે સુખ શાતા. ઉપરોક્ત કહેલ બાબતે પુન્યાઇથી જ મળે છે.
રાજપુત્ર છત્રકુંવર અને ભાણીયે બંને પોતપોતાની સ્થિતિમાં સુખ દુઃખ ભોગવતા અઢાર વર્ષની ઉંમરના થયા છે. રાજકુંવર તો ચાર ઘોડાની બગીમાં બેસીને હમેશા માઈલ દર બગીચામાં ફરવા જાય છે. ત્યાં જઈને આરામ ખુરશી ઉપર બેસતાંજ નેકરે પગ દબાવે છે. ખૂબી તો એજ છે કે પગે ચાલ્યો નથી શ્રમ કર્યો નથી. છતાં જાણે પૂર્વભવમાં ઘણું કરેલ છે તેનો જાણે થાક ઉતારતો હોયને શું ? તેમ નેકરે પાસે પગ દબાવે છે. સેવા કરાવે છે. ઘણાં સુખી જીવો મટર ગાડીમાં ફરવા છતાં જાણે થાકી ગયા હોય તેમ સેવકે પાસે સેવા કરાવે છે તે વિના ચેન પડતું નથી. આ એક જાતનું સુખ શીલીયાપણું જ છે. પુન્યાઈથી બધુ મળી રહે છે. પણ પુન્યાઈ ચાલી ગયા પછી તે દુઃખદાયી બને છે. અને આધ્યાન થઈ જાય છે. કઈ કઈ સાધુ