________________
કોઈ શુભ ભાવ પ્રસંગે મધ્યમ સ્થિતિ કર્મબંધ થયેલ હોય. જેથી અબાધકાળ જલદી આવી જવા પામે. અને તેજ ભવમાં શુભ ફળ આપનાર થાય. એ બનવા જોગ છે. વળી એક વખત ભાણીયાએ પૌષધશાળાના પાઠશાળા હેલમાં વિદ્યાર્થીઓને ભણતા જોયા. શિક્ષક પંડિતજી વિધાથીઓને મોટા સ્વરથી નવકારમંત્ર ભણાવે છે. અને વિદ્યાર્થીઓ પણ એક પછી એક મોટેથી નવકારમંત્ર બોલી બતાવે છે. તે સાંભળવા ભાણજી પણ ઉભો રહ્યો. અને સાંભળવા માત્રથી તેને કંઠે થઈ ગયે. પંડિતજી સાથે સાથે સામાન્ય અર્થ પણ કહી બતાવે છે કે નમરકાર શા માટે? સર્વ પાપના નાશ માટે, આ નવકારમંત્ર કર્મનાં સમૂહને કાપનાર છે. બધા માંગલીમાં તે પ્રથમ માંગલીક છે.
મહાનુભાવ : નવકાર મંત્રમાં સમાવેશ ન થતો હોય એવી એક પણ બાબત આ સંસારમાં નથી. પંચપરમેષ્ટિનું યથાર્થ સ્વરૂપ જાણ્યું તે જગતમાં બીજી કોઈ પણ બાબત જાણવાની રહી જતી નથી. એ મહામંત્રની સ્તુતિ મહાન આચાર્યો પણ કરતા આવ્યા છે. સકલ શાસ્ત્રનું રહસ્ય કહે કે ચૌદપૂર્વને સારુ કહે તે પણ આ નવકાર જ છે. * નમ:-નમ એટલે હું નમું છું. મારા નમસ્કાર છે. નમવું એટલે ફક્ત મસ્તક ઝુકાવવું કે બે હાથ જોડવા એટલું જ નહિ. પરંતુ માથું અને હાથની સાથે સાથે મન. મનમાના વિચારો અને અંતઃકરણ પણ નમાવવું જોઈએ.