________________
૭૭
એકલી છત્રકુંવરની વાર્તા વાંચી જઈએ, પણ કર્મના મર્મને સમજવાની પરવા ન કરીએ તે દશેય વિનાની દેડ જેવું જ થાય. કર્મનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ છે અને તે જાણ્યા વિનાનું જીવન પશુ સમાન કહી શકાય. પશુઓ પિતાનું આત્મવરૂપ. જાણી શકતા નથી, કર્મસ્વરૂપ પણ જાણી શક્તા નથી.
તેમ આપણે પણ સ્વસ્વરૂપનું ભાન ન કરી એ. કર્મ-ધર્મ વિગેરે ન સમજીએ તે પશુના જેવું જીવન કહી શકાય. માનવ જેવા માનવ થઇને પણ આખી જીંદગી વ્યાપાર વ્યવહારમાં રચ્યા પચ્યા રહી અજ્ઞાનપણામાં ગુમાવવી તે સજજનોને પાલવે તેમ નથી. જેથી આપણે છત્રકુંવર અને ભાણકુંવરનું દષ્ટાંત આગળ વાંચીએ અને સાર ગ્રહણ કરતા રહીએ.
કર્મની ગતિ વિચિત્ર છે તે આપણે વિચારી રહ્યા છીએ કે પલવારમાં ઉંચરથાનથી નીચા સ્થાને જવા જેવી બુદ્ધિ સુઝાડે. છે. અને વિચિત્ર કાર્ય કરાવે છે.
છત્રકુંવર રાજકુમાર હોવાથી રાજવંશી પિશાકમાં સુખ સાગરમાં આનંદ કરી રહ્યો છે. ત્યારે ભાણીયાની ભીખારી જેવી દશા હોવાથી ચીથરેહાલ દશામાં બજારમાં ગલીઓમાં ભમી ભમીને જીવન ગુજારે છે.
આવી દશામાં પણ તેનામાં કેટલાક માનુસારીના ગુણે ખીલી રહ્યા છે. કુદરતે સમજી શક્ય છે કે અન્યાયથી કોઈનું