________________
૭૬
વાવત રૂષ્ટ થયેલે દૈવ એટલે અશુભર્મો કઈને શું તમારો મારે છે? ના. તમાચો નથી મારતા. પણ એવી દુર્બુદ્ધિ આપે છે કે જેનાથી થોડા જ વખતમાં ભીખારીની જેમ ભટકતો થઈ જાય. એવા કર્મના ઉદયથી પળવારમાં અબાધિપતિ ભિખારી બને છે. રાજકુંવર રંક થઈ જાય છે. એક જ માતાના પેટે જન્મેલ ભાઈઓ લાખોની મીલ્કત માટે લડે છે. ઝગડે છે. ક્રોધાંધ બની કેટે જાય, સદો કરે અને પાયમાલ થાય. બુદ્ધિ બહેર મારી જાય, અને આબરૂ વિગેરે ખાતર ઝેર પણ પીયે. કર્મ શું ન કરે ? શું ન કરાવે ? સારા સંયોગોમાં પણ માઠી અસર થાય. ધર્મ અને ગુરૂ દ્રોહ કરે. પ્રત્યેક કર્મની અસર પ્રત્યક્ષ દેખાય છે.
મુંજ જેવા રાજાને ચપણીયું લઈ ભીખ માંગવી પડી અને સનતકુમાર જેવા ચક્રવતીને સાતસો ભયંકર રેગે વેઠવા પડ્યા એ તાકાત છે જડ કર્મોની કર્મના નશાની. કર્મ ભલે જડ છે પણ જડની તાકાત ઓછી નથી. જડની શક્તિ કમ નથી. કર્મ પુગલે ભલે જડ છે. ખૂબ બારીક છે. માટે અનંત પરમાઓના રકંધ હોવા છતાં સૂક્ષ્મ પરિણામને લઈને આપણી આંખોથી દેખી શકાતા નથી. પણ ચેતનને નચાવવાની એની તાકાત જમ્બર છે. રાજાને રંક બનાવે, દેવો અને ઈન્દ્રોને પણ નચાવે, એ તાકાત ર્મની છે.
આવા કર્મનું સ્વરૂપ હજી પણ ઘણું જાણવા જેવું છે.