________________
૭૫
વળી રૂપી એવા જડ શબ્દ વણાના પુદગલેની અસર પણ અરૂપી એવા આત્માને કરે છે, જેમકે કેઈ અપશબ્દવાળી ગાળ બોલે તે આત્માને ગુરસે ઉત્પન્ન કરાવે છે. અને મધુર વચનોથી બોલાવે તે આત્મા ખુશ ખુશ થાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જડ કર્મો પણ આત્મા ઉપર અસર કરી શકે છે. જેમ દારૂ વિગેરે પીધા પછી એને નશો અમુક સમય બાદ ચઢે ત્યારે ચેતનને જડ જે બનાવે છે. માનવીના શાન-ભાન ભુલાવી દે છે. તેમ કર્મના પુદ્ગલેને હલે પણ આત્માને ઉદય કાળે તેવી અસર કરે છે. સારી અને નરસી બંને પ્રકારની ફેરફારી થઈ જાય છે. ધનવાન ક્ષણમાં ભીખારી બને છે. અને ભીખારી લક્ષાધિપતિ બની જાય છે. શેઠને નોકરી કરવી પડે અને નેકર શેડ બની જાય છે. વ્યાપાર કરવા જાય ત્યાં નફાને માટે બંધ કરે પણ ખોટ આવે, કર્મની ચેટ એને અવળુજ કરાવે. તેને બંધ કરે, ત્યાં મોટી મંદી આવે અને મંદીમાં પડે ત્યાં તેજી થાય. સારા સારા માણસે કહે તોય એ કોઇનું ન માને, અને ઉંધુજ કરે જાય.
ખુશ મીજાજમાં સુતા હોય અને ઉઠતાં કંઈક જુદુજ સાંભળવા મળે. તે સાંભળીને મનમાં રડે, બબડે, હાય, પાયમાલ થઈ ગયા. અરે સત્યાનાશ વળી ગયું. આવું આવું કંઈ કંઈ બેલી રંક બની બેસે છે. આ પૂર્વે બાંધેલ પાપ કર્મની જોરદાર અસરનું પરિણામ છે. માટે કહ્યું છે કે રોપિ વોશિં कस्य चपेटां दातुमुद्यतः किंतु तां दुर्मतिं दत्ते, यया रूलति