________________
૭૪
તકતી) ઉપર છબી પડે છે તેમ કાઁથી આવરણ પામેલા અર્થાત્ શ્યામ આત્મા ઉપર કર્મની આકૃત્તિ પડે છે. એટલે કે કનુ આવરણ થાય છે. જેમ કાચની તકતી ઉપર આભા લીધાબાદ અમૂક જાતની દવા લગાડવામાં આવે છે. તે દવા જે પ્રમાણમાં લાગી હોય તે પ્રમાણમાં સારી યા નરસી ક્ખી પડે છે. તેમ કર્મ બાંધતા જે પ્રમાણમાં રસ બંધ થાય. તે પ્રમાણમાં હલકુ યા ભારે કમ બંધાય છે.
જેમ તકતી ઉપરથી કાગળ પર આભા આવી જાય છે. તેમ ઉદીરણા વડે કર્મ ઉદય આવે છે.
કાઈપણ શહેરની અથવા મોટા મકાનની આકૃતિ ફેકસ (કેમેરાની અંદરના ઝીણા કાચ એટલે કે જે દ્વારે છબી ઉતરે છે) તે દ્વારાએ નાના સ્વરૂપમાં પડે છે, તેમ આત્મા જે કર્મના બંધ કરે છે. તેના સમૂહ સત્તારૂપે બહુજ સુક્ષ્મ સ્વરૂપમાં રહે છે. કનુ સુક્ષ્મપણું જાણવા માટે આ દૃષ્ટાંતે ઉપયોગી છે. બીજું એ પણ સમજવાનુ કે આત્મા અરૂપી છે અને કર્મરૂપી અને જડ છે. તે રૂપી વસ્તુ અરૂપી આત્માને અસર કરે છે.
જેમકે અરૂપી એવા જ્ઞાનને રૂપી એવી બ્રાહ્મી ઔષધીના સેવનથી જ્ઞાન વૃદ્ધિ પામે છે. મગજ સુધરે છે. અને દિરાપાનથી જ્ઞાન અવળાઈ જાય છે. વકીલ, ખારીસ્ટર કે જજ, માજીસ્ટ્રેટ કે વડા પ્રધાન દારૂ પીએ તે તેની બુદ્ધિ બગડી જાય છે. બેભાન બની જાય છે. અને ગાંડાના જેવા તે વખતે જણાય છે.