________________
પ્રકાશકનું નિવેદન પૂ. આ. શ્રી શાન્તિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા પૂ. પં. શ્રી કીર્તિસુનિજી મહારાજ સાહેબે ચાલુ કરેલી. તેમાં ૧૩ માં મણકામાં શ્રી પુષ્પાવતી યાને મંગલસિંહના રાસની બીજી આવૃત્તિ છપાવેલી હતી. ૧૪ માં મણકામાં શ્રી છત્ર -ભાણુકુંવરને રાસ ગુજરાતીમાં ઢાળે વિવેચન સાથે છપાતાં અતિ હર્ષ થાય છે. સત્યવાદી, કર્મ સ્વરૂપ, શ્રી નવકાર મહિમા, જ્ઞાનપંચમી, મુક્તિના ધ્યેય ઉપર આ રાસ લેવાથી સહુને રૂચિકર થશે. જે જે પૂ. મુનિરાજે એ ગૃહસ્થોએ તેમજ સંસ્થાઓએ આ કાર્યમાં સાથ આપેલ છે. તે સર્વેને આભાર માનવા સાથે વળી આના પછી બીજે રાસ સાધમભક્તિ વિગેરે ઉપર રચાય ત્યારે પણ જરૂર લાભ લેશે. સહકાર આપશે.
લી. શાહ મફતલાલ ચીમનલાલ જૈન (રતનપોળ) નગીનાપળમાં અમદાવાદ,