________________
૫૧
તેને જાનથી મારી નાંખતા. તેના પ્રહાર કોઈ વખત પણ ખાલી નહી જવાથી તેનુ નામ પ્રહારી પ્રસિદ્ધ થયું.
એક દિવસ કુશસ્થળ નામના નગરમાં ધાડ પાડી, અને આખા નગરમાં લૂંટ ચલાવી. સાથે ચાર લૂટારાઓ ધણા હતા. તે વખતે એક લુટારા એક ગરીબ બ્રાહ્મણના ધરમાં પેઠા. બ્રાહ્મણ ગરીબ હાવાથી કઈ લુટવા જેવું મળ્યું નહી. પણ બ્રાહ્મણના કરાઓએ ખીર ખાવાની હઠ લીધેલી. જેથી બ્રાહ્મણે યજમાનાને ત્યાંથી ચાખા—સાકર-દૂધ વિગેરે લાવીને ખીર બનાવી હતી. તે ખીર ચારે લઈ લીધી. શકરાએ રડવા લાગ્યા. તે જોઈ બ્રાહ્મણ ચારની સામે થયેો. તેટલામાં દૃઢપ્રહારી ત્યાં આવી પહેોંચ્યા, અને પોતાના માણસ ઉપર હુમલો થતા જોઇને એકજ ઝાટકે માથું ઉડાવી દીધું. આ જોઈ આંગણામાં બાંધેલી ગાયે સામના કર્યો. એટલે પ્રહારીએ બીલકુલ દયા લાવ્યા વિના ગાયનું માથું પણ કાપી નાંખ્યું. પોતાના પ્રિય પતિની અને વહાલી ગાયની હત્યા થઈ તે સહન નહી થવાથી બ્રાહ્યણી દૃઢપ્રહારીને મારવા ઉભી થઈ. પણ દૃઢપ્રહારીએ પોતાની તલવાર બ્રાહ્મણીના પેટમાં ખાસી દ્વીધી. જેથી બ્રાહ્મણી ઢળી પડી. તેનુ પેટ ચિરાયાથી અંદરના ગર્ભ પણ તડફડી મરણ પામ્યા. આ રીતે દૃઢપ્રહારીએ ક્રોધમાંને ક્રોધમાં નિર્દયતાથી બ્રહ્મહત્યા,ગૌહત્યા શ્રીહત્યા અને બાળહત્યા મ ચાર હત્યા કરી. તેમાં છેલ્લી માલહત્યાએ તેના હૈયાને હચમચાવી નાંખ્યું. અહાહાહા મે